BREAKING NEWS

જામનગર: ગોસાબારા આરડીએક્સ લેન્ડીંગ પ્રકરણમાં એક અપરાધીને જામીન આપતી સુપ્રિમ કોર્ટ

  • July 03, 2026 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગોસાબારા આરડીએક્સ લેન્ડીંગ પ્રકરણમાં એક અપરાધીને જામીન આપતી સુપ્રિમ કોર્ટ

ધારાશાસ્ત્રી વી.એચ. કનારા સહિતના વકિલો સર્વોચ્ચ અદાલતમાં થયા સફળ

ચકચારી ગોસાબારા આરડીએકસ લેન્ડીંગ કેસમાં એક આરોપીને જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે, જામનગરના ધારાશાસ્ત્રી સહિતના વકીલો સર્વોચ્ચ અદાલતમાં સફળ થયા છે.

જામનગર સહિત દેશભરમાં ભારે ચકચારી બનેલા ગોસાબારા આરડીએકસ લેન્ડીંગ કેસમાં લાંબા કાનુની જંગ બાદ થોડા સમય પહેલા સ્પેશીયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. દરમ્યાનમાં પોરબંદરના કંડોરણા ગામના લખમણ હરદાસભાઇ વશરાને અહીંની સ્પેશીયલ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજાનો હુકમ થયો હતો.

એ પછી લખમણ વશરા દ્વારા પોતાના વકીલો મારફત આશરે એકાદ માસ પહેલા સુપ્રીમ કોર્ટમાં જામીન અંગે અરજી આપવામાં આવી હતી, આ અરજી સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તી સી.જે. સુંદરમની બેંચ સમક્ષ ચાલી જતા લખમણ વશરાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
​​​​​​​
આરોપી તરફે એડવોકેટ દામા નાયડુ, અનુશ્રી કાપડીયા અને જામનગરના સિનીયર ધારાશાસ્ત્રી વી.એચ. કનારા રોકાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application