સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ, કોરોનાને રોકવા દેશભરમાં ફરીથી લોકડાઉન કરવા વિચારો

  • May 03, 2021 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં હાલ કોરોના વાયરસના સંક્રમણના કારણે હાહકાર મચ્યો છે. રોજ દેશમાં 4 લાખ જેટલા નવા કેસ નોંધાય છે. દેશની હાલની જે સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેટલાક સુચન કર્યા છે. સુપ્રીમ કોર્ટે વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા દેશમાં લોકડાઉન કરવા અંગે વિચાર કરવા કેન્દ્રને કહ્યું છે. 

 

 

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રસીની ખરીદ પોલિસીને ફરીથી રિવાઈઝ કરવા પણ કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે જો આમ કરવામાં નહીં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં બાધા ઉત્પન્ન થશે જે બંધારણના અનુચ્છેદ 21નો અભિન્ન અંગ છે. 

 

 

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, એલ નાગેશ્વર રાવ અને એસ રવીંદ્ર ભટ્ટની બેંતે કહ્યું છે કે લોકડાઉન લગાવતા પહેલા સરકાર એ વાત સુનિશ્ચિત કરે કે તેનાથી સામાજિક અને આર્થિક નુકસાન ઓછામાં ઓછું થાય. કોર્ટ અનુસાર જે લોકો પર લોકડાઉનની અસર થઈ શકે છે તેમના માટે પહેલા વ્યવસ્થા કરી લેવામાં આવે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021