સુપરસ્ટાર પ્રભાસની 'સાલાર'નો બોક્સ ઓફિસ પર દબદબો યથાવત છે. હાલની તકે તેની કમાણીની ગતિ અટકવાના કોઈ સંકેત જણાતા નથી. દરરોજ આ ફિલ્મ દેશ-વિદેશમાં કરોડો રૂપિયાનું કલેક્શન કરી રહી છે. આ ફિલ્મના કલેકશનનો આંકડો દિન પ્રતિદિન એટલો વધી રહ્યો છે કે હવે પ્રભાસની 'સાલારે' વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર નવો જ રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ પહેલા 500 કરોડના ક્લબમાં ત્યાર બાદ 600 કરોડના કલ્બમાં પ્રવેશી પરંતુ આ ફિલ્મ હવે 700 કરોડના કલ્બમાં પ્રવેશી ચૂકી છે.
જીહા, પ્રભાસની 'સાલારે' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. કારણકે ફિલ્મ રિલીઝ થયાને 19 દિવસનો સમય થયો છે. ત્યારે વર્લ્ડ વાઇડ કલેકશનની વાત કરવામાં આવે તો 19 દિવસના સમયમાં આ ફિલ્મ 700 કરોડના ક્લબમાં પ્રવેશી ચૂકી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 700.37 કરોડનું કલેકશન કર્યું છે.
આ સાથે જ સાલારે બીજો પણ એક રોકોર્ડ બ્રેક કર્યો છે. 2023માં રિલીઝ થયેલી સની દેઓલની 'ગદર 2'નો વિશ્વભરમાં કમાણીનો રેકોર્ડ પણ સાલારે તોડી નાખ્યો છે. સની દેઓલની ફિલ્મે વર્લ્ડ વાઇડ 691 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે 'સાલારે' 18 દિવસમાં 694 કરોડ રૂપિયાની કમાણી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ સાલારે એક સાથે બે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત શાહરૂખ ખાનની 'ડંકી' રિલીઝ થયાના એક દિવસ પછી 22 ડિસેમ્બરે 'સાલાર' સિનેમાઘરોમાં આવી હતી. જોકે, કમાણીના મામલામાં 'સાલારે' 'ડંકીને' ઘણી પાછળ છોડી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech