કસ્ટમ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા સુપ્રીટેન્ડન્ટ અને ઈન્સપેક્ટર ઝડપાયા

  • March 27, 2021 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભલામણ માટે ફોન રણકવા લાગ્યા પરંતુ પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી: ત્રણથી વધુ વ્યક્તિ હોવાની પણ ચચર્િભાવનગર કસ્ટમ વિભાગના સુપ્રીટેન્ડન્ટ સહિત ત્રણ કર્મચારીઓ કસ્ટમની ઓફિસમાં જ દારૂની મહેફિલ માણતા પકડાતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલ રાત્રે એ ડીવીઝન પોલીસે આ ત્રણે’યને ઝડપી લઈ કાર્યવાહિ હાથ ધરી જ્યારે ભલામણોના ફોન રણકવા લાગ્યા હતા. જો કે, પોલીસે ધોરણસરની કાર્યવાહિ કરી હતી.

 


પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર કસ્ટમ વિભાગના સુપ્રીટેન્ડન્ટ નીશાંત ભટ્ટ, બલરામકુમાર યાદવ-ઈન્સપેક્ટર તથા ઈશ્ર્વરસિંહ રાજકુમાર ધારીવાલ-ઈન્સપેક્ટર કસ્ટમ ઓફીસમાંજ દાની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસને બાતમી મળતા સ્થળ પર ધસી જઈ ત્રણે’યને દાની બોટલ સાથે ઝડપી લીધા હતા. આ મહેફિલમાં ત્રણ જ વ્યક્તિ હતા કે ચાર તે અંગે લોકોમાં જાતજાતની ચચર્ઓિ થઈ રહી છે.

 


એ ડીવીઝન પોલીસે આ કસ્ટમ કર્મચારીઓને તેની જ ઓફીસમાં દાની મહેફિલ માણતા ઝડપી લેતા લાગતા-વળગતા મોટા માથાઓનાં ફોન પણ રણકવા લાગ્યા હતા. જો કે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે નિશાંત ભટ્ટ પરમિટ ધરાવે છે પરંતુ તે માત્ર પોતાના ઘરે જ આ પરમીટનો ઉપયોગ કરી શકે છે.

 

કસ્ટમ ઓફીસમાં આ પ્રથમવાર મહેફિલ હતી?

ભાવનગરની કસ્ટમ ઓફિસમાં દાની મહેફિલ માણતા ઝડપાયેલ આ ત્રણે’ય અહીં પહેલીવાર જ આ પ્રકારે એક્ઠા થયા હતા? ઓફિસની ચાવી કોની પાસે રહેતી હોય છે? શું આ ત્રણ જ આ પ્રકારે મહેફિલ માણતા હશે? આ પ્રકારના સવાલો ઉભા થયા છે. અત્રે નોંધવું રહે કે અગાઉ પણ કેટલાક વિવાદોમાં કસ્ટમ ઓફિસ સંડોવાય ચુકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS