સની લિયોનીના નંબર માગ્યાં બાદ કબીર બેદીએ કર્યો આવો ખુલાસો

  • February 23, 2020 01:35 PM 104 views

ફિલ્મ અભિનેતા અને પૂજા બેદીના પિતા કબીર બેદીને લઈને હાલમાં જ એવા સમાચરો આવ્યા હતા કે કબીર બેદીમાં ડબ્બુ રત્નાનીના કેલેન્ડર લોન્ચ પાર્ટીમાં ફિલ્મ અભિનેત્રી સની લિયોનીનો તેમણે નંબર માગ્યો હતો. હવે આ અંગે કબીર બેદીની પુત્રીની સ્પષ્ટ્રતા આવી છે. તેણે બે ટવીટ કરીને આ અંગે સ્પષ્ટ્રતા કરી છે.

 

તેણે લખ્યું છે કે મેં સની લિયોની પાસે નંબર માગ્યો જ નથી. ડબ્બુ રત્નાનીના કેલેન્ડર લોન્ચ પાર્ટીમાં મેં તેના પતિ ડેનિયલ વેબરનો નંબર માગ્યો હતો અને જે લોકો આ સમાચારો વહેતા કરી રહ્યા છે તેમને હું કહીશ કે આવી ખોટી અફવા ફેલાવીને કોઈને બદનામ ન કરો.

 

આ ઉપરાંત સની લિયોનીના પતિ ડેનિયલ વેબરે પણ ટવીટ કરી લખ્યું કે શા માટે કબીર બેદી મારો નંબર શા માટે ન લઈ શકે ? કબીર પાસે સની લિયોનીનો નંબર વર્ષેાથી છે અને બન્ને એકબીજાને વર્ષેાથી ઓળખે છે. લોકોએ આવા સમાચારોમાં ન પડવું જોઈએ. આ અંગે કબીર બેદીએ તેનો આભાર વ્યકત કરતાં કહ્યું કે આ પ્રકારની પત્રકારિતા શરમજનક છે. 

 

ઉલ્લેખનીય છે કે સની લિયોની પતિ અને કબીર બેદીને એક સાથે ડબ્બુ રત્નાનીના કેલેન્ડર લોન્ચમાં દેખાઈ હતી. આ પછી અહેવાલો વહેતા થયા હતા કે કબીર બેદીએ સની લિયોનીનો નંબર માગ્યો છે અને સનીએ પોતાનો નંબર આપવાની જગ્યાએ પતિ ડેનિયલ વેબરનો નંબર આપ્યો છે. જો કે હવે બન્નેએ આ વાતને ફગાવી દીધી છે. સની લિયોની બોલિવૂડની અભિનેત્રી છે. તે અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. આ ઉપરાંત બિગબોસમાં પણ તે જોવા મળી હતી. લિયોનીએ શાહરૂખની ફિલ્મ રઈસમાં એક સ્પેશ્યલ નંબર પણ આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application