કપિલ શર્મા શોની 'ભુરી'એ ગ્રીન ગાઉનમાં શેર કરી તસવીર, લોકોએ કોમેન્ટના કરી દીધા ઢગલા

  • January 11, 2021 03:27 PM 597 views

કોમેડિયન કપિલ શર્માની 'ભૂરી' એટલે કે સુમોના ચક્રવર્તી ફોટો શેર કર્યા બાદ ચર્ચામાં છે. સુમોના ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક છે. ચાહકોને તેની દરેક અદા પસંદ આવે છે. સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના કારણે સુમોનાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

સુમોના ચક્રવર્તી આ ફોટામાં લીલા રંગના થાઇ-હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. આ ગાઉનમાં સુમોના ખૂબસૂરત દેખાઈ રહી છે. સુમોનાના આ ફોટા પર ચાહકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીના ચાહકોને તેની આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે.

 

જો કે આ પહેલીવાર નથી જ્યારે સુમોનાએ સોશ્યલ મીડિયા પર આવી હોટ અને બોલ્ડ તસવીર શેર કરી હોય, આ પહેલા પણ સુમોનાએ તેના બોલ્ડ અવતાર સાથે સોશિયલ મીડિયા પર અનેક વખત આગ લગાવી દીધી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application