તું હવે અમારો વશં આગળ વધારી નહીં શકે કહી સાસરિયા ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત

  • June 24, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લક્ષ્મીનગરમાં રહેતી લુહાર પરિણીતાએ ગઇકાલે ઝેરી દવા પી લેતાં તેણીનું મોત થયું હતું. તેણીએ ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોઇ ઓપરેશન કરી કઢાવી નાખી હોઇ પતિ, સાસુ, સસરા હવે તું અમારો વશં આગળ નહિ વધારી શકે તેમ કહી ત્રાસ આપતાં હોવાથી તેમજ પતિને સામે જ રહેતી અન્ય યુવતિ સાથે પ્રેમસંબધં હોઇ તેના કારણે તે વધુ ત્રાસ આપતો હોઇ કંટાળીને તેણીએ આ પગલું ભયુ હોવાની તેણીના ભાઇએ ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે પરિણીતાના પતિ,સાસુ–સસરા અને પતિની પ્રમિકા સામે ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુબજ,લમીનગર શેરી નં.૬ માં રહેતા અલ્કાબેન જસ્મીન પરમાર (ઉ.વ.૩૨) ના ભાઇ જુનાગઢના ભેસાણ તાબેના બરવાળા ગામે રહેતાં નયનભાઇ મગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્કાબેનના પતિ જસ્મીન, સાસુ સરોજબેન, સસરા રમેશભાઇ પરમાર અને જસ્મીનની સામે રહેતી તેની પ્રેમિકા પાયલના નામ આપ્યા છે.



નયન ચોૈહાણે જણાવ્યું છે કે તેની ત્રણ બહેન પૈકી વચેટ બહેન અલ્કાબેન (ઉ.વ.૩૨)ના લ સોળ વર્ષ પહેલા રાજકોટ લમીનગર–૬માં રહેતાં જસ્મીન રમેશભાઇ પરમાર સાથે થયા હતાં. તે ૨૩મીએ મારા ગામ બરવાળા હતો ત્યારે બહેન અલ્કાબેનની દિકરી તન્વી (ઉ.૯)નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મામા તમે જલ્દી આવો મમ્મીએ દવા પી લીધી છે અને બેભાન થઇ ગયા છે. આથી તે તરત ગામેડથી રાજકોટ આવવા નીકળ્યો હતો. મારા સોૈથી નાના બહેન મયુરીબેન પણ રાજકોટમાં રહેતા હોઇ તેને પણ મેં જાણ કરી હતી. મયુરીબેન અલ્કાબેનના ઘરે પહોંચી ત્યારે ૧૦૮ આવી ગઇ હતી અને અલ્કાબેનને સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. ત્યાં તેની હાલત ખરાબ હોઇ અમે ગોંડલ સુખવાલા હોસ્પિટલમાં ગોંડલ ખાતે લઇ ગયા હતાં. યાં મૃત્યુ થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.



નયનભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારા બહેનના લ જસ્મીન સાથે અગિયાર વર્ષ પહેલા થયા હતાં. તેને એક દિકરી પણ છે. એકાદ વર્ષ પહેલા મારી બહેનને પેટમાં કોથળીમાં ગાંઠ હોઇ ઓપરેશન કરાવી પેટની કોથળી કાઢી નાખી હતી. પતિ જસ્મીનને વંશવેલો આગળ વધારવા દિકરો જોઇતો હતો. પણ ગર્ભાશયની કોથળી મારી બહેને કઢાવી નાખી હોઇ હવે તેણીને સંતાન થઇ શકે તેમ ન હોઇ પતિ, સસરા, સાસુ સતત કહેતાં કે તું હવે અમારો વશં આગળ વધારી શકે તેમ નથી, તું અમને દિકરો આપી શકે તેમ નથી. જેથી તું તારા માવતરે જતી રહે. તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપતાં હતાં.



આ ઉપરાંત બનેવી જસ્મીનને તેની સામે જ રહેતી પાયલ નામની યુવતિ સાથે પ્રેમસંબધં થઇ જતાં તે મોટે ભાગે પાયલની ઘરે જ રહેતાં હતાં. આ કારણે પણ તે મારી બહેનને ત્રાસ આપતાં હતાં. બે દિવસ પહેલા જ આ વાતની જાણ બહેને અમને કરી હતી. આ બધાના ત્રાસને લીધે મારી બહેને ઘઉંમાં રાખવાની ટીકડી પી આપઘાત કરી લીધો છે.


અલ્કાબેનનો મોબાઇલ ચેક કરતાં તેમાં એક વિડીયો મળ્યો હતો. જેમાં અલ્કાબેન–જસ્મીન વઇ જા, વઇ જા એવું કરે છે, મારે કયાં જવું? એવું બોલે છે. તેમજ બીજા વિડીયોમાં તે કહે છે–હત્પં જસ્મીનને નથી જોતી એટલે હત્પં આ પગલુ ભ છું, તે કહે છે મારી સાથે રખેલ છે તું નથી જોઇતી, તું શું કામ આવી? એટલે હત્પં દવા પી લઉ છું. પાયલ તમારી રખેલ છે, તે છુટાછેડા કરાવશે...આવા લખાણનો ફોટો પણ મોબાઇલમાંથી મળ્યોછે.પોલીસે આ અંગે પરિણીતાના પતિ,સાસુ–સસરા અને પતિની પ્રેમિકા સામે આઇપીસીની કલમ ૩૦૬,૪૯૮(ક) મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application