ભાવનગરના બોરતળાવમાં ઝંપલાવી રત્ન કલાકારનો આપઘાત

  • July 09, 2021 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃતક ભાવનગરના ભોજપરા ગામનો હોવાનું ખુલ્યુ

 


શહેરના બોરતળાવમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરના બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગે દોડી જઈ મૃતદેહને પાણીમાંથી કાઢી ડી ડીવીઝન પોલીસને હવાલે કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરતાં મૃતક ભાવનગરના ભોજપરા ગામનો રોહિતભાઈ ભુપતભાઈ જાંબુચા હોવાનું અને ભાવનગરમાં હિરા ઘસવાનું કામ કરતો હોવાનું ખુલતા પોલીસે મૃતકના ભાઈ રવિભાઈને આપેલા નિવેદનના આધારે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS