રેલવે સ્ટેશનના ગેટ પાસે ઝાડ પર ફાંસો ખાઈ પરપ્રાંતીય યુવાનનો આપઘાત

  • July 15, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વહેલી સવારના શાલ વડે ફાંસો ખાઈ લીધો:આપઘાતના કારણ અંગે તપાસ

 


રાજકોટના રેલવે સ્ટેશનના બહારના ગેટ પર પરપ્રાંતીય યુવાને ઝાડ પર શાલ વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ સાથે અહીં પહોંચી યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાને કયા કર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

 


જાણવા મળતી વિગતો મુજબ, જંકશન મેઇન રોડ પર રેલ્વે સ્ટેશન સામે બજરગં હોટલ નજીક રેલવે સ્ટેશનના વેલકમ સાઈન બોર્ડ પાસે આજરોજ વહેલી સવારના ઝાડ પર યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હોઇ અહીં લોકોના ટોળા એકત્ર થયા હતા.આ વાતની જાણ થતા ફાયરબ્રિગેડ તથા પોલીસ સ્ટાફ અહીં આવી પહોંચ્યો હતો. બાદમાં યુવાનના મૃતદેહને ફાયરના સ્ટાફે દોરડા વડે નીચે ઉતર્યેા હતો.

 

 

બાદમાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેનાર આ યુવાનનું નામ રામચરણ મહારાજગંજ(ઉ.વ ૨૫) હોવાનું તેમજ આ યુવક ઉત્તર પ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું હતું જોકે એ યુવાનની કયા કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો તે જાણી શકાયું નહોતું પોલીસે યુવકના પરિવારજનો ની શોધખોળ શ કરી છે ત્યારબાદ યુવકના આપઘાતનું કારણ જાણી શકાશે સવારના સુમારે બનેલી આ ઘટનાથી રેલવે સ્ટેશન તથા જંકશન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS