સુગંધા મિશ્રાએ લગ્ન બાદ પહેલી રસોઈમાં બનાવી ખાસ વાનગી, મહારાષ્ટ્રીયન અવતારમાં જોવા મળ્યું કપલ

  • May 05, 2021 07:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોસાલે લગ્નગ્રંથીથી જોડાયા છે. અગાઉ તેઓ પોતાના લગ્નની વિધિઓના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યા છે. તાજેતરમાં સુગંધાએ તેના મરાઠી દુલ્હનના લુકમાં કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી. હવે સુગંધાએ મહારાષ્ટ્રિયન બનવાની તૈયારી શરૂ કરી દીધી છે. તે મરાઠી રીત રિવાજો શીખવામાં વ્યસ્ત છે. લગ્ન બાદ સુગંધાના સાસરામાં પૂજા રાખવામાં આવી હતી, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં આ નવા પરિણીત યુગલ મહારાષ્ટ્રિયન અવતારમાં જોવા મળી રહ્યું છે.

 

 

સુગંધાએ આ નવા લુકની ઘણી તસવીરો શેર કરી છે. તેણે નથ અને પરંપરાગત નૌવારી સાડી પહેરી અને માથામાં ગજરો પહેર્યો છે.  આ સાથે તેણે પહેલી રસોઈની વિધિ પણ કરી હતી. જેમાં તેણે ખાસ વાનગી બનાવી હતી. 

 

 

સુગંધાએ કહ્યું હતું કે તે મહારાષ્ટ્રિયન રીવાજોને સમજવાનો પ્રયત્ન કરી રહી છે અને બાઈકો બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સુગંધાએ જણાવ્યું હતું કે તેણીએ તેની પહેલી રસોઈમાં સાસુ-સસરા માટે પંજાબી મીઠાઇની પંજરી બનાવી હતી. સુગંધાએ કહ્યું હતું કે તે એક પરંપરાગત પંજાબી મીઠાઈ છે જે પૂજા દરમિયાન બનાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ મીઠાઈ દરેકને ખૂબ ભાવી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS