ગુંદી-કોળીયાક ગામે વાડીમાં આગ લાગતા સાત પશુ બળીને ભડથુ

  • March 12, 2021 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશુ અને ઢાળીયા સહિત આઠે’ક લાખનું નુકશાન થયાનો અંદાજ

ભાવનગર તાલુકાના ગુંદી -કોળીયાક ગામની સીમમાં આવેલી વાડીમાં અચાનક આગ લાગતા 3 ભેસ, 3 પાડ તથા 1 ગાય બળીને ભડથું થઇ જતા અરેરાટી પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત અન્ય એક ભેસ ગંભીર રીતે દાઝી જતા તેની સારવાર ચાલી રહી છે.

 


ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ સીમમાં આવેલી ટેમુભા મંગળસિંહ ગોહિલની માલિકીની વાડીમાં અચાનક મોટો ભડકો થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આ અંગે ભાવનગરથી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી. દરમિયાનમાં કોળીયાકથી પણ પાણીના બંબા મંગાવી આગ ઓલવવાની મહેનત ગુંદી-સરપંચ વિપુલભાઇ સોલંકી, ઉપસરપંચ નરેન્દ્રસિંહ ગોહીલ, માજી સરપંચ મદારસિંહ ગોહીલ, કોળીયાક સરપંચ જગદીશભાઇ સોલંકી વિગેરેએ હાથ ધરી હતી. આ આગજનીમાં સાત ઢોર અને ઢોર બાંધવાનું ઢાળીયું મળીને અંદાજે આઠે’ક લાખનું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS