રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક નિમર્ણિ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં ટર્મિનલ અને બિલ્ડિંગ સહિતના નિમર્ણિની કામગીરી મધ્યપ્રદેશની દિલીપ બિલ્ડકોમને સોંપવામાં આવી છે. નવા આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટની ડિઝાઈનને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીયકક્ષાના એરપોર્ટની સુવિધા રાજકોટને ખુબ મોડી મળશે પરંતુ જ્યારે આ એરપોર્ટ કાર્યરત થઈ જશે ત્યારે તે સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ટોચના એરપોર્ટને ટકકર મારે તેવું બની રહેશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટના સ્થળે રન-વે બાંધવાની કામગીરી મહત્વની હોય છે અને તેનું 60 ટકા જેટલું કામ પુરું થઈ ગયું છે. બે વર્ષમાં આ પ્રોજેકટ પુરો કરવાનો થાય છે. લોકડાઉનના સમયમાં જ્યારે અન્ય પ્રોજેકટ બંધ પડયા હતા ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરે ખાસ કિસ્સામાં વ્યવસ્થા કરીને એરપોર્ટનો પ્રોજેકટ વિલંબમાં ન પડે તે માટે મજૂરોને રહેવા-જમવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી અને તેના કારણે કોરોનાના કપરા કાળમાં મોટાભાગની બાંધકામ પ્રવૃત્તિ સ્થગિત હતી ત્યારે પણ રાજકોટના એરપોર્ટનો પ્રોજેકટ ધમધમતો રહ્યો હતો.
2022માં પ્રારંભમાં રાજકોટનું આ એરપોર્ટ તૈયાર થઈ જશે. થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એઈમ્સના પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયા બાદ હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી જ્યારે 2024માં યોજાશે તે પહેલાં આંતરરાષ્ટ્રીયસ્તરના રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ થઈ જશે.
એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ હાલ દરરોજ 700થી 800 મુસાફરો દેશના અન્ય ભાગોમાં જવા માટે ડોમેસ્ટિક ફલાઈટનો ઉપયોગ કરવા અમદાવાદ જતા હોય છે અને આવી જ રીતે ઈન્ટરનેશનલ ફલાઈટમાં જવા માટે અમદાવાદ સિવાય કોઈ આરોવારો રહેતો નથી. મુસાફરોનો આ તમામ ટ્રાફિક રાજકોટના એરપોર્ટ પર વળશે અને આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટની સુવિધા મળ્યા બાદ આ ટ્રાફિકમાં વધારો થશે.
રાજકોટમાં હાલના એરપોર્ટ પર અત્યાર સુધી માત્ર મુંબઈની ફલાઈટ આવતી હતી. થોડા સમય પહેલાં દિલ્હીની ફલાઈટ શ કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં વધારાની ફલાઈટોને મંજૂરી આપવામાં આવી છે અને દેશના અન્ય શહેરોને પણ રાજકોટ ખાતે સીધું જોડી દેવામાં આવ્યું છે. આ બાબતે એરપોર્ટ ઓથોરિટીની સત્તાવાળાઓ જણાવે છે કે, જ્યારે રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ શ થાય ત્યારે પ્રારંભથી જ તેને પુરતા પ્રમાણમાં એર ટ્રાફિક મળી રહે તેના પ્રયોગના એક ભાગપે વધારાની ફલાઈટને ધડાધડ મંજૂરી આપી દેવામાં આવી રહી છે. એકાદ વર્ષ સુધી જૂના એરપોર્ટમાં ફલાઈટની સંખ્યા વધારાયા બાદ જ્યારે નવું એરપોર્ટ શરૂ થશે ત્યારે તમામ ટ્રાફિક ત્યાં ડાઈવર્ટ કરવામાં આવશે.
રાજકોટમાં એરપોર્ટનો પ્રોજેકટ નિર્ધિરિત સમયમાં ઝડપભેર પુરો થાય અને વહીવટી પ્રક્રિયામાં વિલંબ ન થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચ ગામ રાજકોટ જિલ્લામાં ભેળવી દીધા છે. એરપોર્ટની સાઈટ રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર આવતી હોવાથી નિર્ણય લેવામાં બે જિલ્લા કલેકટરોની સહમતી જરી બનતી હતી અને તેના કારણે નિર્ણય લેવામાં વિલંબ થતો હોવાનું જણાતા હવે પાંચ ગામ રાજકોટ જિલ્લામાં ભેળવી દેવાયા છે અને નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા રાજકોટ જિલ્લા કલેકટરને આપી દેવામાં આવી છે.
મોટા રાષ્ટ્રીયસ્તરના પ્રોજેકટમાં જમીન સંપાદનનો મુદ્દો સૌથી વધુ પેચિદો હોય છે પરંતુ એરપોર્ટના આ પ્રોજેકટમાં જીઆઈડીસીના ખાસ અધિકારીને સંપાદન માટેની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે સમગ્ર પ્રક્રિયા પુરી થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ
April 15, 2021 05:59 PMવોટ્સએપ યુઝ કરતી મહિલાઓ સાવધાન : તમને 'તીસરી આંખ' કરે છે ટ્રેક
April 15, 2021 05:55 PMરાજકોટમાં કોરોનાથી જૈન સાધ્વીજી પુષ્પાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા
April 15, 2021 05:24 PMરાત્રી કરફ્યુમાં અન્ડર બ્રિજ પાસે વીડિયો બનાવી વાયરલ કરનાર યુવતીની ધરપકડ
April 15, 2021 05:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech