બ્લેક ફંગસ નામની કોઈ વસ્તું જ નથી: લખનૌના નિષ્ણાતનો ધડાકો

  • May 27, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લખનૌ સ્થિત તબીબી સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર રાધા કૃષ્ણ ધીમાને મોટું નિવેદન આપ્યું:  ફંગસ માત્ર સફેદ જ હોય છેદેશમાં હાલ કોરોના વાયરસ બાદ જેની સૌથી વધુ ચચર્િ છે તે છે બ્લેક ફંગસ. અલગ અલગ રાજ્યોમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો આખા દેશમાં ગુજરાતમાં તેના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. ગુજરાત, યુપી, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં તેને મહામારી જાહેર કરાઈ છે. હવે તો વ્હાઈટ અને યલો ફંગસના કેસ પણ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે લખનૌ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સના ડાયરેક્ટર ડોક્ટર રાધા કૃષ્ણ ધીમાને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે બ્લેક ફંગસ જેવી કોઈ પણ ચીજ હોતી નથી. ફંગસ ફક્ત એક કલરની હોય છે અને તે છે વ્હાઈટ બ્લેક ફંગસ બીમારીએ ચારેબાજુ હાહાકાર મચાવી રાખ્યો છે. રોજ તેનાથી અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવામાં તમને જ્યારે એવી ખબર પડે કે બ્લેક ફંગસ જેવી કોઈ બીમારી હોતી જ નથી તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જી હા..બિલકુલ સાચી વાત છે. પીજીઆઈના ડાયરેક્ટર આર કે ધીમનનું કહેવું છે કે ફંગસનો ફક્ત સફેદ રંગ હોય છે. તેના કારણે નસોમાં બ્લોકેજ થઈ જાય છે. જેથી તેની આગળનો ભાગ કાળો પડવા લાગે છે. આ કારણસર તેને બ્લેક ફંગસ નામ આપવામાં આવી રહ્યું છે.

 

 


એક વાતચીતમાં ડોક્ટર ધીમાને આ અંગે અનેક વધુ તથ્યો જણાવ્યાં. તેમણે કહ્યું કે ફંગસ વ્હાઈટ રંગની જ હોય છે. આવામાં તેને અલગ અલગ કલરથી નામ આપવા બિલકુલ ખોટું છે. હવે આ સ્થિતિમાં એવા સવાલ પણ ઉઠે છે કે દેશના જાણીતા ડોક્ટર પણ બ્લેક ફંગસ હોવાની વાત કરી રહ્યા છે. એટલે સુધી કે આ જ નામથી મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર પણ ચાલુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS