શનિ, રવિ અને ધૂળેટીની રજામાં સબ રજિસ્ટ્રાર કચેરી ખુલ્લી રહેશે

  • March 19, 2021 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો અરજદારોનો રહે છે ત્યારે આ વખતે શનિ રવિ અને ધૂળેટીની રજામાં ઘસારાને પહોંચી વળવા માટે સબ રજીસ્ટ્રાર કચેરી ખુલ્લી રહેશે. આ 27 મી એ મહિના નો ચોથો શનિવાર અને 28મી એ રવિવાર અને હોળી, 29મી તારીખે ધુળેટી હોય આ ત્રણ રજા આવતી હોય અરજદારોમાં દસ્તાવેજ નોંધણી ને લઈને દોડધામ હતી.આ દરમિયાન સરકાર દ્વારા શનિ રવિ અને ધૂળેટીની રજામાં પણ સબ રજીસ્ટ્રાર કચેરી ખુલ્લી રાખવા માટે નો આદેશ કરવામાં આવ્યો છે.

 

 

લોકડાઉન પછી જ્યારથી સબ રજીસ્ટ્રાર કચેરી અનલોક થઈ છે ત્યારથી નોંધણી માટે એપોઇન્ટમેન્ટ લેવાનો નિર્ણય કરાયો હતો. માર્ચ મહિનાના અંતમાં મિલકત ની નોંધણી માટે પક્ષકારોની ભારે ભીડ રહે છે.

 


આ બાબતની સમીક્ષા કરતા નોંધણી સર નિરીક્ષક ની કચેરી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, અરજદારોને સમયસર દસ્તાવેજની નોંધણી થઇ શકે તે માટે આવવાની તારીખ 27 થી 29 માર્ચ જાહેર રજાના દિવસે પણ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને નોંધણી કરાવવા આવતા અરજદારોની ભીડ ના લીધે જરૂરી ટોકન પ્લોટ ફાળવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પક્ષકારોને હવે હાડમારી નો સામનો નહીં કરવો પડે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS