ગાંધીધામમાં માનસિક અસ્થિર સગીરા સાથે અડપલા

  • September 16, 2020 10:00 AM 687 views
  • જોઇ ગયેલી સગીરાની માતાએ નરાધમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

 

ગાંધીધામના કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં ઘર નજીક રહેતા એક નરાધમે માનસીક અસ્થિર સગીરાને પોતાની દુકાન પાછળ લઈ જઈને અડપલા કર્યા હતા. આ ઘટના તેની માતા જોઇ જતા હતપ્રભ થઈ જઈ સગીરાને ઘરે લઈ આવી હતી. ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે 12 વર્ષીય સગીરાના પિતાએ આરોપી વિનોદ ઉર્ફે લાલજી રામજી ગોહીલ સામે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે સોમવારના સાંજે નરાધમ આરોપીએ તેની દુકાન પાછળ માનસિક અસ્થીર તેમની પુત્રીને લઈ જઈને તેની સાથે અડપલા કર્યા હતા. આ ઘટના તેમની પત્ની જોઇ ગઈ હતી અને પુત્રીને ઘરે લઈ આવી હતી. પુત્રીના બરડામાં છોલછાલ જેવા નિશાન પણ દેખાઈ રહ્યા છે ત્યારે આરોપીએ લલચાવી, ફોસલાવીને બદઈરાદાથી પોતાની દુકાન પાછળ આવેલી ઓરડીમાં સગીરાને લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application