યુનિ.માં 1થી 4 સેમ.માં નાપાસ વિદ્યાર્થીને 5માં સેમમાં પ્રવેશબંધીનો અમલ પાછો ઠેલાશે 

  • June 25, 2021 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુજીસી 1થી4 સેમેસ્ટરમાં નાપાસ વિદ્યાર્થીઓને 5માં સેમેસ્ટરમાં પ્રવેશ ન આપવાની જાહેરાત કરવામાં આવ્યા પછી એનએસયુઆઈ તથા એબીવીપી દ્વારા એક સપ્તાહથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈ કાલે એનએસયુઆઈ દ્વારા ચાલુ સિન્ડિકેટની બેઠક દરમિયાન હલ્લાબોલ કરવામાં આવતાં 5 સભ્યોની અટકાયત કરવામાં આવી હતી. આ નિર્ણયના અમલને પગલે આજે ફરી એક વખત બપોર પછી સિન્ડિકેટની બેઠક યોજાનાર છે ત્યારે આ બેઠકમાં હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણયનો અમલ 1 વર્ષ પાછો ઠેલવાય તેવી ચર્ચા સામે આવી છે. 

 

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના પરિપત્ર અનુસાર, સેમેસ્ટર 1થી4માં 1 પણ વિષયમાં એટીકેટી હશે તેમને 5માં સેમેસ્ટરમાં એડમિશન આપવામાં નહીં આવે. હાલમાં કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓના અભ્યાસને ઘણી વિપરીત અસર પડી છે. જેને લીધે આ પરિપત્રનો વિરોધ થઈ રહ્યો છે. જેને પગલે આજે ફરી એક વખત સિન્ડિકેટની બેઠક યોજાનાર છે. જેમાં આ વર્ષે કોરોના મહામારીને પગલે આ પરિપત્રનો અમલ એક વર્ષ પાછો ઠેલવવા મુદે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS