સ્કૂલની દાદાગીરી ફી નહીં ભરનાર વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણથી દૂર કરાયા

  • July 28, 2020 10:31 AM 1021 views


અમદાવાદની પ્રતિીત ઉદ્દગમ સ્કૂલના સંચાલકો બેફામ બન્યાં, સરકારના શિક્ષણ વિભાગને ફરિયાદ કરતાં તપાસના આદેશ

કોરોના સંક્રમણ સમયે સ્કૂલો બધં છે અને વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદની એક પ્રતિીત ખાનગી સ્કૂલના સંચાલકે ફી નહીં ભરનારા વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણથી વંચિત કરી દીધા છે. આ કિસ્સામાં સરકારના શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવતાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્દગમ સ્કૂલના સંચાલકે જે વિધાર્થીઓના વાલીઓએ શિક્ષણની ફી ભરી નથી તે વિધાર્થીઓને સ્કૂલના વોટસઅપ ગ્રુપમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. ફી માટે ખાનગી સ્કૂલ સંચાલકો આ હદ સુધી પણ જઇ શકે છે તેનું આ એક શરમજનક ઉદાહરણ સામે આવ્યું છે.


સ્કૂલો ખૂલે નહીં ત્યાં સુધી ફી ભરવી નહીં તેવા ગુજરાત હાઇકોર્ટના આદેશ તેમજ રાયના શિક્ષણ વિભાગના પરિપત્રનું ઉલ્લંઘન કરી આ સ્કૂલના સંચાલકોએ તેમની માનસિકતા છતી કરી હોવાનું વાલીઓ જણાવી રહ્યાં છે. અદાલત અને સરકારના આદેશ પછી ખાનગી સ્કૂલોમાં વિધાર્થીઓને સોમવારથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એક વાલીએ કહ્યું હતું કે અમે ફી ભરી છે છતાં મારા પુત્રનું વોટસઅપ એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.


સ્કૂલ સંચાલકે એવો જવાબ આપ્યો હતો કે અમને ફી ભર્યાનું સિસ્ટમમાં જણાશે તો અમે વિધાર્થીને ફરીથી વોટસઅપ ગ્રુપમાં ઉમેરીશું. સોમવારથી ઓનલાઇન શિક્ષણ શ થયું છે અને તમામ સરકારી અને ખાનગી સ્કૂલો ઓનલાઇન શિક્ષણ આપી રહી છે ત્યારે અમદાવાદની આ સ્કૂલના સંચાલકને માત્ર ફી દેખાઇ રહી છે.


ગુજરાતમાં ખાનગી સ્કૂલોના સંચાલકોએ એક મહિનાથી ઓનલાઇન શિક્ષણના નામે વિધાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાનું શ કયુ છે તેમ છતાં સરકાર તરફથી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. હવે આ ઉદ્દગમ સ્કૂલના સંચાલકોએ –– ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ નહીં –– તેવી જીદ પકડતાં સરકારના શિક્ષણ વિભાગ તરફથી તપાસ કરવામાં આવશે.


શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અમે જિલ્લા શિક્ષણાધિકારીને આ બાબતે તપાસ કરવાનું કહ્યું છે, જો કે અમારી પાસે હજી સુધી કોઇ લેખિત ફરિયાદ આવી નથી. તેમણે કહ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ અંગે રાય સરકાર ચોક્કસ પોલિસી બનાવી રહી છે, ત્યારપછી ખાનગી સંચાલકોએ નિયમ પ્રમાણે વર્તવું પડશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application