પોરબંદરમાં શાળાના છાત્રોએ ફાયર સ્ટેશનની ઈ–મુલાકાત લીધી

  • October 28, 2020 02:04 AM 170 views

પોરબંદરમાં શાળાના છાત્રોએ ફાયર સ્ટેશનની ઈ–મુલાકાત લીધી હતી.
'કોરોના'ના સમયે પોરબંદરની જી.એમ.સી. સ્કૂલ દ્રારા શાળાના બાળકો માટે વિશેષ ઓનલાઈન ફાયર સ્ટેશનની ફિલ્ડ ટ્રીપની ઉજવણી કરવામાં આવી હતી. જી.એમ.સી. સ્કૂલ હંમેશા શીખવા માટે પ્રેકિટકલ શિક્ષણમાં વિશ્ર્વાસ કરે છે, યાં બાળકો કોઈપણ વસ્તુઓને શીખે અને સમજે છે. બાળકોને શિક્ષણનો નવો અનુભવ આપવા માટે શૈક્ષણિક મુલાકાત આ બાબતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ હાલ 'કોરોના' ની મહામારીને કારણે બાળકોને ફિલ્ડ ટ્રીપ માટે લઈ જવું શકય નથી.


આ જોતા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જી.એમ.સી. સ્કૂલના સોશ્યલ સાયન્સ ફેકલ્ટી અર્ચના જોષીએ વિધાર્થીઓ માટે ઓનલાઈન ઈ–વિઝીટ ટુ ફાયર સ્ટેશનનું આયોજન કર્યું હતું જેમાં તેમણે પોતે ફાયર સ્ટેશન ખાતે મુલાકાત લીધી અને તેઓએ જિલ્લા ફાયર ઓફિસર લલિત જોષી સાથે વાતચીત કરી અને સલામતીના પગલા વિશે જાણ કરી. તેઓએ સલામતીની વિવિધ કવાયત પણ લાઈવ કવર કરી વિધાર્થીઓને બતાવી હતી જેથી વિધાર્થીઓ માટે આ એક વિશેષ સત્ર બની રહ્યું હતું. આ વિશેષ આયોજન કરવા બદલ શાળા દ્રારા અર્ચનાબેન જોષીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ આયોજનને સફળ બનાવવા અને ખાસ કરીને બાળકોને સંપૂર્ણ રીતે માહિતગાર કરવા અંગે ફાયર ઓફિસરનો વિશેષ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application