ઉધોગપતિ અને કામદારોનો દમદાર દેશપ્રેમ, દરરોજ ધ્વજ વંદન

  • August 14, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ–શાપરની ઇન્ડસ્ટ્રીઝમાં હર દિન રાષ્ટ્ર્ર દિન,પ્રથમ દેશભકિત પછી જ કામની શરૂઆત



ઓ,દેશ મેરે,તેરી શાન પે સદકે..કોઈ ધન હૈ કયાં તેરી ધૂલ કે બઢ કે..?,તું બાગ હૈ મેરા,મૈ તેરા પરિંદા... દેશભકિતના જુવાળ લોકોની નસ..નસમાં વહે છે. આવા જ એક રાજકોટના ઉધોગપતિ માટે ૩૬૫ દિવસ રાષ્ટ્ર્ર પર્વ છે. એમની ઇન્ડસ્ટ્રીઝમાં સૌપ્રથમ રાષ્ટ્ર્રગીત સાથે ધ્વજવંદન અને ત્યારબાદ ભગવાનની ભકિત થાય છે.



જી.એમ.એકસપોર્ટ ઇન્ડિયા અને યુનિટેક એન્જિનિયરિંગ ઇન્ડિયા ની શાપરમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ૧૫ વર્ષથી દરરોજ સવારે દેશભકિતનો પર્વ કંપનીના સંચાલકો અને કામદારો દ્રારા ઉજવાય છે ત્યારબાદ ફેકટરીનું કામ શ કરવામાં આવે છે. આ ગ્રુપના ઉધોગપતિ પ્રણેતા વસંતભાઈ માંગરોલિયા એ માતૃભૂમિ ને સમર્પણ, રક્ષણ અને આદર એ દેશભકિત છે ત્યારે આપણે સરહદ પર જઈ શકતા નથી પણ ઘર આંગણે રહી દેશવાસીઓમાં દેશ પ્રત્યેનો જુવાળ પ્રગટેલો રહે એ માટે કંપનીના પટાંગણથી જ અમે લોકોએ શઆત કરી કે દરરોજે સવારે ધ્વજ વંદન કર્યા બાદ કામદારોએ કામ શ કરવું, અમારા આ વિચારને દરેક કામદારોએ દિલથી અપનાવ્યો છે.





નિયમિત દરરોજ સવારે ૭. ૫૮ મિનિટે કંપનીના પ્રાંગણમાં તિરંગો ફરકાવવામાં આવે છે આ સમયે ઇન્ડસ્ટ્રીઝના પદાઅધિકારીઓ સાથે સાડા ત્રણસો કર્મચારીઓ ની નિયમિત હાજરી હોય છે. ઉધોગકાર વસંતભાઈના જણાવ્યા મુજબ આખું વર્ષ રાષ્ટ્ર્રગાન અને ધ્વજવંદન સાથે એક–એક કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે જેમાં પ્રતિજ્ઞા આ મુજબ છે.. મેં અપને ધર્મ પ્રતિ વફાદારી નિભાઉંગા, મેં અપને કર્મ કે પ્રતિ વફાદારી નિભાઉંગા, મેં અપને દેશ કે પ્રતિ વફાદારી નિભાઉગા...જયહિંદ...સાથે રાષ્ટ્ર્ર પ્રાર્થના કર્યા બાદ ભગવાનની ભકિત કરી કામગીરી શ કરવામાં આવે છે.



આ વિચાર વિશે વસંતભાઈ કહ્યું હતું કે, કચેરીઓમાં રાષ્ટ્ર્રધ્વજ ફરકાવી શકાય તેવા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમે પણ ફેકટરીમાં નિયમિત ધ્વજવંદન કરવા માટેનો નિર્ણય લીધો છે. વસંતભાઈ સાથે તેમની નવી પેઢી રોહનભાઈ, સોહનભાઈ અને અલખ ભાઈનું સ્પષ્ટ્ર માનવું છે કે, અભિમાન તિરંગાની આન નું, સ્વાભિમાન માતૃભૂમિ ની શાન.... ગર્વથી અમે લહેરાવીશું તિરંગો... ભલે આપણે બંદૂક લઇ સરહદ પર રાષ્ટ્ર્રની સેવા કરવા જઈ શકતા નથી પરંતુ દિલમાં દેશદાઝ હોવી જરી છે. આપણા આ પ્રકારના નિર્ણયથી નવી પેઢીમાં દેશભકિત જગાવી શકીશું




વસંતભાઈનું માનવું છે કે, દેશના નાગરિક તરીકે આપણને અવારનવાર ફરિયાદ કરતા આવડે છે પરંતુ દેશ પ્રત્યે આપણે જવાબદારી નિભાવતા પણ આવડવું જોઈએ. રાષ્ટ્ર્ર પ્રત્યેની ભકિત માત્ર સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત ન રાખવી જોઈએ. આજના સમયમાં નૈતિકતા ખતમ થઈ રહી છે ત્યારે આપણા દ્રારા શ કરાયેલું એક પ્રેરક પગલું ધીમે ધીમે લોકો સુધી પહોંચે છે એક દિવસ એવો આવશે કે લોકો કર્મ અને ધર્મથી વફાદાર થશે. સ્વાતંય પર્વ નિમિત્તે ઉધોગકાર અને કામદારોની દેશભકિતને સલામ.... 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application