રાત્રી કરફ્યુની કડક અમલવારી: એક રાતમાં જાહેરનામાભંગના 78 કેસ

  • March 18, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરફ્યુ ભંગના 62, દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાના 5, વાહનમાં વધુ મુસાફર બેસાડવાના 5 અને માસ્કના બે કેસ: રાત્રી ચેકિંગમાં ત્રણ પીધેલા, બે છરી સાથે ઝડપાયા: રાતના 10ના ટકોરે રસ્તા પર વાહનોની આવનજાવન અટકાવી દેવાઈ: ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરીમાં પોલીસનું રાત્રિના સઘન ચેકિંગ

 


કોરોનાના કેસ વધતા રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ જે અગાઉ રાત્રિના 12 વાગ્યાથી લાગુ હતો તેનો સમય વધારીને દસ વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. 10:00 વાગ્યા થી કરફ્યુ અમલી બન્યાના પ્રથમ દિવસે જ શહેર પોલીસે કડકાઈ પૂર્વક અમલવારી કરાવવાનું શરૂ કરી દીધું હતું. એક રાતમાં જ પોલીસે જાહેરનામા ભંગના 78 કેસ કયર્િ છે. જેમાં કરફ્યુ સમય દરમ્યાન બહાર નીકળનારા, વાહનમાં વધુ મુસાફર સાથે મુસાફરી કરનાર,અને દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારા સહિતનાઓ દંડાયા છે. તેમજ રાત્રીના સઘન ચેકિંગ દરમિયાન દારૂ પીને નીકળેલા ત્રણ શખસો તથા છરી સાથે નીકળેલા બે શખસ પણ પોલીસ ઝપટે ચડી ગયા હતા.

 


રાજકોટમાં બુધવાર રાતથી રાત્રી કરફ્યુ રાત્રિના 10 થી સવારના છ સુધી અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કરફ્યુની અસરકારક અમલવારી કરાવવા માટે શહેર પોલીસે ગઈકાલ રાત્રે કડકાઈ પૂર્વક કામગીરી શરૂ કરી દીધી હતી.

 


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જે.સી.પી ખુરશીદ અહેમદની સૂચનાથી તેમજ ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણા,ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ એ.સી.પી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.આઈની રાહબરીમાં રાત્રિના શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ જવાનો ફરજમાં તૈનાત રહી કરફ્યુની કડક અમલવારી કરાવી હતી. રાત્રિના દસના ટકોરે શહેરના મુખ્ય માર્ગો જે સતત ટ્રાફિકથી ધમધમતા રહે છે તેવા રસ્તા ઉપર પણ વાહનોની આવન-જાવન અટકાવી દેવામાં આવી હતી.

 


શહેર પોલીસે કરફ્યુના સમયમાં ફેરફાર થયાની પ્રથમ રાત્રિએ જાહેરનામા ભંગના 78 કેસ કયર્િ છે. જેમાં કરફ્યુ સમય દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય બહાર નીકળનારા 62 સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત રીક્ષા સહિતના વાહનોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડનાર 5 તેમજ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર પાંચ વેપારી સહિતનાઓ સામે જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાત્રિના પોલીસના સઘન ચેકીંગ દરમ્યાન ત્રણ શખસો નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા. તેમજ બે છરી સાથે ઝડપાતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 


શહેર પોલીસ દ્વારા રાત્રી કરફ્યુની કડક અમલવારી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ દિવસે જ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આંકડાકીય ચિતાર જોઈએ તો, એ ડીવીઝન પોલીસે જાહેરનામા ભંગના 10 કેસ કયર્િ છે, બી ડિવિઝન પોલીસે 15 થોરાળા પોલીસે 12, ભક્તિનગર 1,કુવાડવા પોલીસે 2, આજીડેમ પોલીસે 9, માલવિયાનગર પોલીસે 9, પ્ર.નગર પોલીસે 1, તાલુકા પોલીસે 6 તથા યુનિવર્સિટી પોલીસે જાહેરનામા ભંગના ચાર કેસ કયર્િ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS