ફાયર એનઓસી વગરની હોસ્પિટલો-શાળાઓ સામે કડક પગલાં

  • March 04, 2021 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયર સેફટી સુધારા વિધેયક સવર્નિુમતે વિધાનસભામાં પસાર
ફાયરનાં સાધનો ન હોય તેવી સુરતમાં 37, અમદાવાદમાં 6, રાજકોટમાં 11, ભાવનગરમાં 8 સહિત કુલ 60 મિલકતો સીલ: નીતિન પટેલ

 


વિધાનસભા ગૃહમાં સરકારે ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે કાયદાનું કડક પાલન થાય તેવી માંગ કરી હતી. હતી અને રાજ્ય સરકારને ફાયરસેફ્ટીના મામલે આડે હાથ લીધી હતી. રાજ્ય સરકાર નું સંચાલન જ્યાંથી થાય છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં ફાયર સેફટી એન.ઓ.સી તેમજ તક્ષશિલા કાંડ અને કોરોના માં હોસ્પિટલોમાં લાગેલી આગ નાં લબકારા વિધાનસભાગૃહ મા બિલની ચચર્િ દરમિયાન જોવા મળ્યા હતા.

 

વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યોની સર્વ સંમતિથી ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતુ. આ સાથે જ કોંગ્રેસે બિલને ટાંકતા સરકાર પર પ્રહાર કયર્િ હતા કે નિયમો બનાવ્યા છે તો તેનો કડકપણે અમલ પણ તેવી માંગણી પણ કરી હતી.

 


સુધારા વિધેયક પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર આકરા પ્રહાર કયર્િ હતા.જેમા શૈલેષ પરમારે અને અધિકાર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આ સાથે જ સુધારા વિધેયક દરમિયાન સુરતના તક્ષશિલા કાંડને પણ યાદ કરવામાં આવ્યો હતો, સાથે જ તેઓએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, ફાયર સેફ્ટીના મામલે રાજ્ય સરકાર પોતાની ખામીઓ ઢાંકી રહી છે. રાજ્ય સરકારે ગત તા. 27 જાન્યુઆરીએ આ કાયદો લાવવાની જરૂર એટલે પડી છે કે રાજ્ય સરકાર તેની જવાબદારીઓમાં નિષ્ફળ નીવડી છે. સરકાર આ બિલ લઈને આવી છે .સરકારે હાઈકોર્ટમાં જે એફિડેવિટ કરી છે તેમાં વિગત અપાઈ છે તે મુજબ રાજ્યની સાત હોસ્પિટલો, 450 હોટલ પાસે ફાયર એન.ઓ.સી નથી. આ હોસ્પિટલને કોવીડ લાયસન્સ કેન્સલ કયર્િ કે કેમ તે મુદ્દે પણ રાજ્ય સરકાર જવાબ આપે આવા અનેક વેધક સવાલ શૈલેષ પરમારે કયર્િ હતા.
ફાયર સુધારા બિલ પર બાપુનગરના ધારાસભ્ય પટેલ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ફાયર સેફ્ટી સુધારો લાવ્યા છે, ત્યારે આધુનિક બિલ્ડીંગ બનાવનારા સામે પણ જવાબદારી બનાવી જોઈએ. આગ લાગે ત્યારે સ્થળ પર ફાયરની ટીમ પહોંચી જવું જોઇએ, જ્યારે પાંચ લાખની વસ્તી મુજબ ફાયરની તમામ સુવિધા હોવી જોઈએ. આ ઉપરાંત રાજ્યમાં જે અગ્નિ કાંડ થયા છે તેમાં કેટલા નિર્દોષનું મરણ થયું છે. જેમાં નામદાર કોર્ટે પણ સરકારની ટીકા કરી છે. આમ પ્રાઇવેટ સેક્ટરની સાથે સરકારી મશીનરીને પણ અપડેટ કરવાની વાત હિંમતસિંહ પટેલે વિધાનસભાગૃહમાં કરી હતી..

 

 


કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ફાયરસેફ્ટી બાબતે વિધાનસભામાં ચચર્િ કરતા વિધાનસભા અને સ્વર્ણિમ સંકુલ -1 અને સ્વર્ણિમ સંકુલ- 2ની સુરક્ષા બાબતે પણ પ્રશ્ન ઊભો કર્યો હતો વિધાનસભા અને સ્વર્ણિમ સંકુલમાં ફાયરસેફ્ટી છે કે નહીં તે બાબતનો પ્રશ્ન વિધાનસભાગૃહમાં કર્યો હતો. આ સાથે જ કાયદો લાવવો જરૂરી છે પણ તેનો અમલ પણ વધુ કડકાઈથી કરવો તે પણ વધી રહી હોવાનું નિવેદન વિધાનસભા ગૃહમાં નૌસાદ સોલંકીએ આપ્યા હતા. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિ ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, જે વિધાનસભાગૃહમાં બેઠા છીએ, તો વિધાનસભા ગૃહ અને સંકુલમાં ફાયરના તમામ સાધનો છે. ફાયરના તમામ કર્મચારીઓ હાજર રહે છે અને તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા હોવાનું પણ ખુલાસો વિધાનસભા અધ્યક્ષે આપ્યો હતો.

 


કોંગ્રેસના તમામ સભ્યોના આક્ષેપ બાદ રાજ્યનાં નાણાં પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કે, જેઓ ફાયર સેફ્ટી સુધારા વિધેયક લાવ્યા હતા. તેઓએ વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો હતો કે, મેં 21 વર્ષની ઉંમરે રાજનીતિમાં પ્રવેશ મેળવ્યો હતો અને આરોગ્યની જવાબદારી મને આપી હતી. તે સમયે નગરપાલિકા-મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે કોઇ પ્રકારની ગ્રાન્ટ ફાળવી ન હતી. 1995 સુધી કોઈ પ્રકારની વ્યવસ્થા હતી નહી. કોંગ્રેસના શાસનમાં પણ કોઈ ગ્રાન્ટ મળતી ન હતી. જ્યારે રાજ્ય સરકારે ફાયરનાં સાધનો ન હોય તેવી અનેક મિલકતો સીલ કરી છે. જેમાં સુરતમાં 37, અમદાવાદમાં 6, રાજકોટમાં 11, ભાવનગરમાં 8 સહિત કુલ 60 જેટલી હોસ્પિટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે શૈલેષ પરમારની વાતને સ્વીકારતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે નવા બિલ્ડિંગ બનાવતા હવે વધુ ધ્યાન રાખીશું. અત્યારે લોકોને એ.સી પહેલા જોઈએ છે. આમ તમામ ચચર્ઓિ બાદ ફાયર સુધારા વિધેયક સર્વ સંમતિથી વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS