આયુર્વેદની તાકાત: ઘરે રહીને ગંભીર કોરોના દર્દીએ રોગ મટાડ્યો, 15 દિવસમાં નેગેટીવ

  • May 07, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર જિલ્લાના જમિયતપુરાની ચંદ્રિકાબેન પ્રજાપતિએ ઉકાળા અને સંશમની વટી જેવી દવાઓથી કોરોનાને મ્હાત આપી, સીટી સ્કેનમાં 11.32નો અંક હતો

 વૈશ્વિક મહામારી કોરોનાને નિયંત્રણમાં લાવવા તથા કોરોના સંક્રમિત માઇલ્ડ-એસિમ્ટોમેટીક નાગરિકોની સારવાર માટે આયુષ પદ્ધતિ આશિવર્દિરૂપ સાબિત થઈ રહી છે. નાગરિકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ દ્વારા ઉકાળા, આર્સેનિક આલ્બમ તથા સંશમની વટી સહિતની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે મહદઅંશે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી રહી છે.

 


રાજયના નાગરિકોને રોગપ્રતિરોધક ઔષધ અને કોરોના પોઝીટીવ દર્દીઓને આયુષ ચિકિત્સા પૂરી પાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે. તાજેતરમાં જ વધુ એક કોરોના સંક્રમિત દર્દીએ હોમ આઇસોલેશનમાં રહીને આયુષ સારવાર થકી કોરોના સામે જંગ જીતી છે.

 


હોસ્પિટલમાં તાત્કાલિક જગ્યા મળવી મુશ્કેલ હતી ત્યારે ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા ગામના ચંદ્રિકાબેન સુરેશભાઇ પ્રજાપતિએ ભયભીત થયા વગર મક્કમ મનોબળ, સ્વસ્થ માનસીકતા સાથે  આયુષ સારવાર થકી કોરોનાને હરાવ્યા બાદ આયુષ ડોક્ટરનો આભાર માનતા કહ્યું કે, ભારતીય પરંપરાગત આયુષ ઉપચાર પદ્ધતિ ઉપર મને સંપુર્ણ વિશ્વાશ અને શ્રદ્ધા છે જેનો મને આજે ફરી એકવાર સ્વઅનુભવ થયો છે.

 


સીટી સ્કેનમાં 11.32 અંક આવ્યો હોવા છતાં ઘરે જ સરકારી આયુર્વેદ દવાખાનાના ડોક્ટરની સલાહ પ્રમાણે ઉકાળા તથા સંશમની વટી તેમજ શરદી-તાવ માટે અન્ય સંલગ્ન દવાઓ લઈને 15 દિવસમાં જ હું નેગેટીવ આવી ગઈ છું. કોરોનાને આયુષ દવાઓથી મ્હાત આપી કોરોના મુક્ત થયેલા જમિયતપુરા ગામના ચંદ્રિકાબેને કહ્યું કે, મને આજથી લગભગ 15 દિવસ પહેલા શરદી થઇ અને તાવ આવ્યો અને શરીરમાં ખૂબ દુખતું હતું એટલે અમે આર.ટી.પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો.

 


આ ટેસ્ટ પોઝિટિવ આવતા મારા ઘરમાં ઉપરના માળ પર મેં અલગથી રહેવાનું શરૂ કર્યું. શરદી અને તાવના કારણે મને શરીરમાં ખૂબ જ દુખાવો થતો હતો પછી ધીમે ધીમે મને ઉધરસ પણ શરૂ થઈ, ઘણીવાર બેચેની પણ લાગતી હતી ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી. અહીં અમારા ગામ જમિયતપુરાના સરકારી આયુર્વેદ દવાખાનાના ડોક્ટરે મને ઘરે જ ઉકાળા તથા સંશમની વટી તથા શરદી અને તાવ માટે પણ બીજી આયુષની દવાઓ મોકલી આપી હતી, ડોક્ટરના સતત આશ્વાસનથી મને હિંમત રહેતી હતી.

 


આ આયુષની દવાઓનું સેવન ચાલુ જ હતું. થોડા દિવસ પછી ઉધરસ ઓછી થવા લાગી છતાં પણ સંતોષ ખાતર મેં સીટી સ્કેન કરાવ્યો જેમાં 11.32 અંક આવ્યા પણ મેં ડોક્ટરની સલાહ અનુસાર આ આયુર્વેદિક ઉકાળા અને ચૂર્ણને મધ સાથે તથા ગોળી પણ જમ્યા પછી લેવાનું ચાલુ રાખ્યુ હતું. મને ધીમે ધીમે ખૂબ રાહત થતી ગઈ અને આજે પંદર દિવસ પછી મને 90 ટકા જેટલું સારું થઇ ગયું છે. મારો રિપોર્ટ પણ નેગેટીવ આવી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS