રણનીતિઃ કોંગ્રેસની નજર દક્ષિણ અને ઉત્તર-પૂર્વમાં ૧૫૪ બેઠકો પર

  • February 03, 2024 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિન્દી ભાષી રાજ્યોમાં પકડ ગુમાવતા સાઉથ અને ઇસ્ટમાં પોતાની તાકત વધારવા કોંગ્રેસના પ્રયાસ ; મમતા બેનર્જી  સાથે પણ સબંધો સુધારવા થઇ રહ્યા છે પ્રયાસ 

લોકસભાની ચૂંટણી જીતવાની કોંગ્રેસની રણનીતિ ધીમે ધીમે સામે આવી રહી છે. હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપની તાકાત જોઈને કોંગ્રેસ દક્ષિણ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં વધુને વધુ બેઠકો જીતવાના પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ દક્ષિણમાં ૧૨૯ અને ઉત્તર-પૂર્વમાં ૨૫ બેઠકો માટે વિશેષ યોજના બનાવી રહી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પણ રાજ્યોના મોટા મુદ્દા ઉઠાવતી જોવા મળશે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ પણ તેલંગાણાથી ચૂંટણી લડવા અંગે નિવેદન આપીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની રણનીતિનો ખુલાસો કર્યો છે.

કોંગ્રેસની યોજના એક-એક સીટ મેળવીને પોતાની સંખ્યા વધારવાની છે. પાર્ટી એક કે બે બેઠકો સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ફોકસ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દરેક રાજ્યની મુલાકાત લઈને કાર્યકર્તાઓને મળવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં કહ્યું કે તેમની પાર્ટી ટીએમસી સાથે સીટ શેરિંગ પર ચર્ચા કરી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં કોંગ્રેસ માટે એક પણ લોકસભા સીટ છોડવાની અનિચ્છા હોવા છતાં કોંગ્રેસ સીએમ મમતા બેનર્જીને કેમ મહત્વ આપી રહી છે? રાહુલે કહ્યું કે ન તો મમતા બેનર્જીએ કહ્યું છે કે ન તો કોંગ્રેસ ગઠબંધનમાંથી બહાર નીકળી છે. આ મુદ્દો થોડા દિવસોમાં ઉકેલાઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application