24 કલાકના બદલે 7 દિવસ માટે ઈન્સ્ટાગ્રામમાં સેટ કરી શકાશે સ્ટોરી, ક્લોઝ ફ્રેન્ડસ માટે સ્પેશિયલી પોસ્ટ કરી શકાશે રીલ

  • November 20, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાવેલ ઇન્ફ્લુએનસર્સ માટે માય વીક ફીચર ખૂબ જ ફાયદામંદ

 


મેટા તેની સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર યુઝર્સના એક્સપીરિયંસને સુધારવા સતત નવી ફેસેલીટીઝ ઉમેરે છે. હાલમાં કંપની એક નવા ફીચર પર કામ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ એક નવી માય વીક ફેસેલીનું પરીક્ષણ કરી રહ્યું છે જે યુઝર્સને તેમની સ્ટોરીને આખા અઠવાડિયા માટે રાખવાની મંજૂરી આપે છે. આ સુવિધા હજુ સુધી લોકો માટે ઉપલબ્ધ નથી પરંતુ તે ટૂંક સમયમાં જ રોલઆઉટ થઈ શકે છે. માય વીક ફીચર હેઠળ યુઝર્સ તેમની સ્ટોરીને ૨૪ કલાકથી વધુ સમય માટે લાઈવ રાખી શકશે. હાલમાં, ઇન્સ્ટાગ્રામ યુઝર્સ  માત્ર ૨૪ કલાક માટે સ્ટોરી સેટ કરી શકે છે, પરંતુ નવા ફીચરની રજૂઆત પછી, યુઝર્સ ૭ દિવસ માટે એક પ્રોફાઇલ પર શેર સ્ટોરી કરી શકશે. આ સિવાય જો યુઝર્સ ઈચ્છે તો તે વચ્ચેની કોઈપણ સ્ટોરી ડીલીટ પણ કરી શકે છે અથવા નવી સ્ટોરી એડ કરી શકે છે.


આ સુવિધાથી એવા ઇન્ફ્લુએનસર્સને ફાયદો થશે જેઓ ટ્રાવેલિંગ કરે છે અને તેમની સ્ટોરી લાખો લોકો સુધી પહોંચે તેવું ઈચ્છે છે. આ સિવાય મેકર્સ માટે આ ફીચરની મદદથી આવનારી ઈવેન્ટ્સ વિશે માહિતી આપવામાં સરળતા રહેશે અને તેમણે સ્ટોરીમાં કોઈ પણ પ્રોજેક્ટની રિલીઝ વિશે લોકોને વારંવાર અપડેટ કરવાની જરૂર નહીં પડે. આ સુવિધા હાલમાં પરીક્ષણ તબક્કામાં છે. માય વીક ફીચર હજુ ડેવલપિંગ મોડમાં છે અને તે ક્યારે આવશે તે જાણી શકાયું નથી.


ઇન્સ્ટાગ્રામ એકસાથે અનેક ફેસેલીટીઝ સાથે પ્રયોગ કરવા માટે જાણીતું છે. તાજેતરમાં, મેટાએ ઇન્સ્ટાગ્રામ અપડેટ કર્યું અને નવી ફેસેલીટીઝ ઉમેરી છે. હવે યુઝર્સ એપ્લિકેશન પર રીલ્સ બનાવતી વખતે ક્લિપ્સને સ્કેલ, ક્રોપ અને ફ્લીપ કરી શકે છે, અને તેઓ નવા ઇન્સ્ટાગ્રામ ક્લિપ હબમાંથી ઑડિઓ સાથે ક્લિપ્સ પણ ઉમેરી શકે છે. ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણી નવી સુવિધાઓ મળશે.

‘ક્લોઝ ફ્રેન્ડસ’ પોસ્ટ

ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી વખતે, કેટલીકવાર કેટલીક પોસ્ટ માત્ર અમુક લોકોને જ બતાવવાની હોય છે. જોકે, અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ અને રીલ માટે આવી સુવિધા ઉપલબ્ધ નહોતી. હવે યુઝર્સ પોસ્ટ અને રીલ્સ પોતાના ફેવરીટ મિત્રો સાથે શેર કરી શકશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ઈન્સ્ટાગ્રામ એપ અપડેટ કરવી જરૂરી છે. જેમાં પોસ્ટ અથવા રીલ્સ બનાવ્યા પછી, તમારે નેક્સ્ટ પર ટેપ કરી શેર પેજ પર ઓડિયન્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે. અહીં દરેક અને ક્લોઝ ફ્રેન્ડસના વિકલ્પો દેખાશે જે બાદ ક્લોઝ ફ્રેન્ડ્સનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application