BREAKING NEWS

​​​​​​​જામનગર: ચાંદીબજાર સર્કલ પાસે ક્રિકેટનો સટ્ટો રમતા વિદ્યાર્થીની અટક

  • May 26, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​જામનગર: ચાંદીબજાર સર્કલ પાસે ક્રિકેટનો સટ્ટો રમતા વિદ્યાર્થીની અટક

જામનગરના ચાંદીબજાર સર્કલ સામે દુકાન નજીક મોબાઇલ એપ્લીકેશનમાં ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પકડી લેવામાં આવ્યો હતો, તપાસ દરમ્યાન અન્ય એકનું નામ ખુલ્યુ હતું જેની તપાસ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​
જામનગરના પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે રમતા મુળ પોરબંદરના દેહ ગામના અભ્યાસ કરતા ભરત રાજુ સુડાવદરા નામનો શખ્સ તા. ૨૩ના ચાંદીબજાર સર્કલ વિસ્તારમાં પોતાના મોબાઇલમાં આઇડી પર આઇપીએલ ૨૦-૨૦ના લખનૌ અને પંજાબ વચ્ચેનો મેચ નિહાળી હારજીત અને સૌદા કરતા હોવાનું ઘ્યાને આવતા સીટી-એ પોલીસે પકડી લીધો હતો. તેની પાસેથી ૧૦ હજારનો મોબાઇલ અને ૧૧૦૦ રોકડા કબ્જે કરાયા હતા. તપાસ દરમ્યાન ગોકુલનગરના અજય ચાવડા નામના શખ્સની સંડોવણી ખુલી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application