મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર-૩ પાસે આવેલી સુમો પોલી પ્લાસ્ટ નામની ફેક્ટરીમાંથી રૂપિયા 7.42 લાખના રો મટીરીયલ્સની ચોરી થયા અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાત્રિના સમયે અહીં સ્ટોર રૂમના શટરનું તાળું તથા રૂમની અંદરની બારીનું તાળું તોડી બ્રાસ પાઇપ ફિટિંગના રો મટીરીયલ્સની અલગ અલગ 23 બેગ જેમાં એક બેગમાં અંદાજે 40 કિલો બ્રાસ પાઇપ ફિટીંગનું રો મટીરીયલ્સ હોય તેવો 920 કિલો સામાન તસ્કરો ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટનાને પોલીસે તપાસ હાથ ધરી કંપનીના પૂર્વ કર્મચારી સહિત છને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપમાં શુભમ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ અશોકભાઈ સતારા (ઉ.વ 43) દ્વારા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 3 પ્લોટ નંબર 924, 925 માં આવેલ સુમો પોલી પ્લાસ્ટ કંપનીમાં છેલ્લા ત્રણેક વર્ષથી ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. કંપની યુ પીવીસી, સી પીવીસી, એગ્રીકલ્ચર પાઇપ ફિટિંગ્સ વગેરે પાઇપ ફિટિગ્સના મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. કંપનીમાં પ્લાન્ટ હેડ તરીકે અરુણકુમાર નરસિંગનારાયણ મિશ્રા નોકરી કરે છે તથા સ્ટોર રૂમના સ્ટોર ઇન્ચાર્જ તરીકે આકાશ ગોર અને આકાશ યાદવ નોકરી કરે છે.
ગઈ તા. 24/4/ 2025 ના ફરિયાદીને સ્ટોર રૂમના ઇન્ચાર્જ આકાશ યાદવએ જણાવ્યું હતું કે, ગઈકાલ તા. 23/4 રાત્રિના હું સ્ટોર રૂમના શટરને તાળું મારીને ગયો હતો. આજે સવારે છ વાગ્યે નોકરી ઉપર આવ્યો કંપનીના શોરૂમમાં માલ સામાન લેવા માટે ગયો ત્યારે સ્ટોરના શટરનું તાળું તૂટેલું હતું જેથી રૂમમાં જઈ ચેક કરતા સ્ટોર રૂમમાં રાખેલ બ્રાસ પાઇપ ફીટીંગનું રો મટીરીયલ્સની અલગ અલગ 23 બેગ જેમાં એક બેગમાં ચાવી 40 કિલો એમ કુલ 920 કિલો બ્રાસ ફીટીંગ રો મટીરીયલ્સ કે જેની કિંમત રૂ. 7,42,440 છે તે રો મટીરીયલ્સ ચોરી થઈ ગયાનું જણાયું છે. શો રૂમમાં ડાબી બાજુની બારીનો આકડીઓ ખુલ્લો હતો. તેમાં લગાવેલું તાળું બારીની પાળી પર પડ્યું હતું.
સ્ટોર ઇન્ચાર્જ ચોરી બાબતે જણાવતા ફરિયાદીએ તુરંત કંપનીના પ્લાન્ટ ઇન્ચાર્જ અરુણકુમાર મિશ્રા જેવો લગ્ન પ્રસંગ માટે તેમના વતન યુપીમાં ગયા હોય તેમને ફોન કરી જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું આવું પછી રો મટીરીયલ્સ ચેક કરી લઉ કે કેટલા રો મટીરીયલ્સની ચોરી થઈ છે. ત્યાં સુધીમાં આપણી કંપનીનો કોઈ માણસ છે કે કેમ તે બાબતની તપાસ કરો તેમ કહ્યું હતું જેથી ફરિયાદીએ તેમની કંપનીના માણસોની પૂછપરછ કરી હતી. દરમિયાન ગઈકાલે કંપનીના ઇન્ચાર્જ અરુણ મિશ્રા કંપની આવી સ્ટોક રજીસ્ટર ચેક કરતા આ રો મટીરીયલ્સની ચોરી થયાનું જણાયું હતું. જેથી કંપનીના સ્ટોર રૂમમાંથી કોઈ અજાણ્યા શખસોએ શટ્ટર તોડી બારીનું તાળું તોડી અહીંથી રૂપિયા 7.42 લાખનું રો મટીરીયલ્સ ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનાને લઇ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એચ.શર્માની રાહબરી હેઠળ પી.એસ.આઇ એન.બી. ઝાલા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી આઠ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં યશ્વીન ખીમજીભાઇ ઝાલા(ઉવ.૨૨ રહે.મેટોડા GIDC ગેઇટ નં.૧ અંજલી પાર્ક, તા.લોધીકા જી.રાજકોટ મુળ રહે.રામદેવ મંદીર પાછળ, મુળી જી.સુરેન્દ્રનગર), ગોપાલ હીરાભાઇ ચૌહાણ,(ઉ.વ.૨૩રહે.મેટોડા GIDC ગેઇટ નં.૧ નીલકમલ પાર્ક,) રામ માનસમની મીશ્રા (ઉ.વ.૨૦ રહે. મેટોડા GIDC ગેઇટ નં.૧ નીલકમલ પાર્ક મુળ રહે.દદનીચક તા.ખેસર જી.બાકા બીહાર) દેવીદાસ જીણારામ રામદેપોત્રા (ઉ.વ.૩૫ રહે.હરીપર પાળ, નીરાલી રેસ્ટોરન્ટ પાસે), ધર્મેન્દ્ર ભીખાભાઇ રાઠોડ(ઉ.વ.૨૦ રહે. મેટોડા GIDC ગેઇટ નં.૧ નીલકમલ પાર્ક), પૃથ્વી મહેશભાઇ ચૌહાણ(ઉ.વ.૨૦ રહે. વિરડા વાજડી, નીરાલી પાર્ટી પ્લોટની પાછળ), ઉપેન્દ્રભાઇ મહેન્દ્રભાઇ ગણાત્રા(ઉ.વ.૪૨ રહે. નવલનગર શેરી નં.૩) અને સુરેશભાઇ ઉકાભાઇ અકબરી,(ઉ.વ.૫૫ પીતળની ભઠ્ઠી રહે. ૧૫૦-ફુટ રીંગ રોડ, આસ્થા રેસીડેન્સી પાસે) નો સમાવેશ થાય છે.પોલીસે જણાવ્યું હતું કે,આરોપીઓ બંધ કારખાનાના શટરના તથા બારીના તાળા તોડી અપપ્રવેશ કરી ઘોરફોડ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
સામાન મેટલ કાસ્ટની ભઠ્ઠીમાં ઓગાળી ઢાળીયો કરી નાખ્યો
આરોપી સુરેશ ઉકાભાઇ અકબરીએ ગુન્હાનો મુદ્દામાલ ખરીદ કરી પોતાની ગુરુકૃપા મેટલ કાસ્ટ નામની ભઠ્ઠીમાં, ઓગાળી ઢાળીયા કરી નાખેલ હોય જે ગુરુકૃપા મેટલ કાસ્ટ ખાતેથી પીતળના ઢાળીયા કિંમત રૂ.૭,૪૨,૪૪૦ તથા ગુન્હામાં વપરાયેલ ઓટો રીક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦ કુલ કિ.રૂ.૮,૪૨,૪૪૦/- કબજે કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech