મોટી બાલાચોડના સરપંચ ઉપર લાકડીથી હુમલો

  • May 22, 2020 09:48 AM 1438 views

અબડાસા તાલુકાના મોટી બાલચોડ ના જુથ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર ત્રણ શખ્સોએ લાકડાથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

નડીયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મોટી બાલાચોડ જુથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણગર કેશવગર ગોસ્વામી ઉંમર વર્ષ ચાલી પોતાની વાડીએ થી મોટર સાયકલ પર  આવતા હતા ત્યારે આરોપી મહાવીરસિંહ બળવંતસિંહ જાડેજા વિપુલસિંહ બળવંતસિંહ જાડેજા અને વિજયસિંહ દિલુભા જાડેજા એ સરપંચ ને ઉભા રાખીને તમે કેમ મને વિકલાંગ નો દાખલો કાઢી નથી આપતા અને મનરેગા નું કામ કેમ નથી આપતા તેમ કહીને ઉશ્કેરાઈને લાકડીથી હુમલો કરીને માર માર્યો હતો સરપંચ એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application