પોરબંદરમાં અશ્વોમાં રોગચાળો ફેલાય નહીં તે માટે કર્યા સ્ટરીલાઇઝ

  • April 07, 2020 03:50 PM 148 views

હાલમાં કોરોનાનો રોગચાળો દિવસે દિવસે ફેલાય રહ્યો છે ત્યારે પોરબંદરના એક અશ્ર્વપ્રેમીએ તેમના કાઠીયાવાડી અશ્ર્વઉછેર ફાર્મમાં તમામ અશ્ર્વોને સ્ટરીલાઈઝ કર્યા છે.  પોરબંદર ખાતે આવેલા કાઠીયાવાડી ઘોડાના અશ્ર્વ ઉછેર ફાર્મ જે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ પાછળ આવેલ છે અને રાજેન્દ્રસિંહ જાડેજાની માલીકીના આ શુદ્ધ કાઠીયાવડી અશ્ર્વો છે. તે પણ આ કોરોના વાઇરસની મહામારીના સમયમાં બધા જ ઘોડાનું નિયમ મુજબ સ્ટરિલીઝ કરે છે અને આ ફર્મમાં મુલાકાતીની અવરજવર બધં કરી છે. અહીં ઉછેર કરી રહેલા ૧૯ શુદ્ધ ઓલાદના કાઠીયાવાડી ઘોડાની ૬ થી ૭ પેઢીનો બધો જ રેકોર્ડ સાચવીને રાખવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્રારા સ્થાપવામાં આવેલ કાઠીયાવાડી હોર્સ બ્રીડર્સ એશોસીએશન ગુજરાતની જ સ્ટડ બુક ઓફ કાઠીયાવાડી હોર્સ ઓફ ઇન્ડીયા છે તેમાં બધા જ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ટુંક સમયમાં એમને મીક્રોચીપ પણ નાખીને તેમનું ફરી ડીએનએ ટેસ્ટીંગ માટે લોહી અને વાળના સેમ્પલીંગ કરવામાં આવશે. જે એમને ઇન્ટરનેશનલ હોર્સ પાસપોર્ટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે. આગામી ટુંક સમયમાં એક સુંદર અને પૂર્ણ કાઠીયાવડી ઘોડા પરની બધી જ માહિતી આપતું એક પુસ્તક અને ગુજરાત સરકાર દ્રારા એક ડોકયુમેન્ટરી ફીલ્મ પણ બનનાર છે ત્યારે અશ્ર્વોને જીવની જેમ સાચવતા આ અશ્ર્વપ્રેમીએ તમામ કાઠીયાવાડી ઘોડાને સ્ટરીલાઈઝ કરીને રોગચાળો ફેલાય નહીં તેનું ધ્યાન રાખ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application