બાલાજી મંદિરમાં બાંધકામ મુદ્દે નોટિસની મુદત પૂર્ણ થયે પગલાં

  • April 27, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીન સરકારની હોય કલેક્ટરનું માર્ગદર્શન માંગ્યું છે: ટાઉન પ્લાનિંગ ઓફિસર

સંકુલ શિક્ષણ વિભાગનું છે, મેન્ટેનન્સ આર એન્ડ બી વિભાગ હસ્તક છે અને બાંધકામ કરનાર મંદિર છે તેથી ત્રણ ત્રણ સ્તરે તપાસ કરવી પડે સ્થિતિ: ટીપી બ્રાન્ચ એ કલમ ૨૬૦ (૧) હેઠળ નોટિસ ફટકારી, સમય મર્યાદા પૂર્ણ થયે પગલાં લેવાનો નિર્દેશ




રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ બાલાજી મંદિરમાં બાંધકામ મામલે વિવાદ સર્જાયા બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ હરકતમાં આવી છે અને નોટિસ ફટકારી છે. અલબત્ત નોટિસ ફટકાર્યા બાદ કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ હવે નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયે નિયમનુસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું.



ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાનો આ મામલે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત સંકુલની જમીન સરકારની હોય આ મામલે કલેક્ટરનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે ત્યારબાદ આગળની કાર્યવાહી થશે આમ છતાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નોટિસ અપાઇ છે.



જ્યારે વોર્ડના એટીપી કાપડીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હાલ કલમ ૨૬૦(૧) મુજબની નોટિસ આપી છે તેની સમયમર્યાદા પૂર્ણ થયે આગળની કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન અને આદેશ અનુસાર કરવાની રહે.


અત્રે ઉલ્લેખનીય કે કરણસિંહજી શાળા સંકુલમાં આવેલું બાલાજી મંદિરનું સંકુલ શિક્ષણ વિભાગ હસ્તકનું છે, અને તેનું મેન્ટેનન્સ આર એન્ડ બી વિભાગ હસ્તક છે. જ્યારે બાંધકામ કરનાર મંદિર છે તેથી ત્રણ ત્રણ સ્તરે તપાસ કરવી પડે સ્થિતિ છે ટીપી બ્રાન્ચ એ કલમ ૨૬૦ (૧) હેઠળ નોટિસ આપી છે જેની સમય મર્યાદા પૂર્ણ થયે અને કલેકટર તરફથી માર્ગદર્શન મળે ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application