નવા પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો, સરેરાશ 25થી વધુ રોજીંદા કેસ

  • March 23, 2021 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં નોંધાયેલા કુલ 6,573 કેસો પૈકી 216 દર્દીઓ હાલ સારવાર હેઠળ

 

ભાવનગર શહેર-જિલ્લામાં હવે 25થી ઉપર રોજના નવા કેસની સરેરાશ થઈ ગઈ છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કેસની સંખ્યા 20ની ઉપર જોવા મળે છે. સંક્રમણનો દર વધી રહ્યો છે તો સામા પક્ષે સરકારી નિયમ મુજબ કોરોનામુક્ત થવાનો આંકડો હજુ ઓછો છે. આથી એક્ટિવ પેશન્ટની સંખ્યા વધી રહી છે. ગઈકાલે હોસ્પિટલાઈઝ દર્દીઓની સંખ્યા 216 થઈ છે.


ભાવનગર જિલ્લામા સોમવારે 32 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,573 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 13 પુષ અને 10 સ્ત્રી મળી કુલ 23 જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે 1, મહુવા ખાતે 2, તળાજા ખાતે 2, તળાજા તાલુકાનાં તખતગઢ ગામ ખાતે 1, સિહોર ખાતે 1 તેમજ સિહોર તાલુકાનાં સોનગઢ ગામ ખાતે 2 કેસ મળી કુલ 9 અને આમ કુલ 32 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમા 16 તેમજ તાલુકાઓમાં 7 કેસ મળી કુલ 23 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS