ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તમામ ૪,૦૦,૧૨૭ વિધાર્થીઓ પાસ: એ–વન ગ્રેડમાં રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં

  • July 31, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવેલ માસ પ્રમોશનના કારણે તમામ ૪,૦૦,૧૨૭ વિધાર્થીઓ પાસ થયા છે. એ–વન ગ્રેડમાં કુલ ૬૯૧ વિધાર્થીઓ પાસ થયા છે તેમાંથી ૨૩૧ વિધાર્થીઓ માત્ર રાજકોટના છે અને તે સમગ્ર રાયમાં સૌથી વધુ છે. ૧૮૭ વિધાર્થીઓ સાથે સુરત એ–વન ગ્રેડમાં બીજા સ્થાને છે અને બાકીના તમામ જિલ્લાના ડબલ ડિઝિટમાં છે. દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, ડાંગ અને પંચમહાલ જિલ્લામાં એક પણ વિધાર્થીને એ–વન ગ્રેડ મળ્યો નથી.

 


વિષયવાઈઝ પરિણામ જોઈએ તો ગુજરાતીમાં ૫૬૫, અંગ્રેજીમાં ૧૧૫ વિધાર્થીઓને એ–વન ગ્રેડ મળ્યો છે. સૌરાષ્ટ્ર્રના અન્ય સેન્ટરોની વાત કરીએ તો ભુજમાં ૬, જામનગરમાં ૧૬, જૂનાગઢમાં ૩૧, ભાવનગરમાં ૩૧, સુરેન્દ્રનનગરમાં ૧૫, પોરબંદરમાં ૪, બોટાદમાં ૩, ગીર સોમનાથમાં ૫, દ્રારકામાં ૧ અને મોરબી જિલ્લામાં ૧૫ વિધાર્થીઓને એ–વન ગ્રેડ મળ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS