ધો.૧૦ની માર્કશીટ તથા ધો.૧૨ની એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવાનું રહેશે

  • June 08, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધો.૧૦ના પરિણામને લઇને પણ આધારોની ચકાસણી કરવા માટે સુચના અપાઇ

 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો.૧૨ અને ધો.૧૦ના પરિણામને લઈને કેટલીક સૂચનાઓ જારી કરી છે. તે પ્રમાણે ધો.૧૨ના વિધાર્થીઓની ધો.૧૦ની માર્કશીટ, ધો.૧૧ના પરિણામની નકલ અને ધો.૧૨ની સામયિક અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવા માટે ડીઈઓને સૂચના આપી છે. ઉપરાંત ધો.૧૦ના પરિણામને લઈ વિધાર્થીઓના ધો.૯ના પરિણામની નકલ અને એકમ કસોટી અને સામયિક કસોટીના આધારોની ચકાસણી કરવા માટે પણ જણાવાયું છે. તેમજ વિધાર્થીના પ્રવેશ અંગેના આધારોની પણ તપાસ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્રારા પરિપત્ર કરી રાયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

 


રાયમાં કોરોના સંક્રમણના કેસો વધવાના કારણે રાય સરકાર દ્રારા ધો.૧૦, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા જે ૧૦ મેથી ૧૫ મે સુધી યોજાનાર હતી તે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાય સરકાર દ્રારા ૧૩ એપ્રિલે ધો.૧૦ના નિયમિત વિધાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો અને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવા માટેની નિતી માટે સમિતિની રચના કરી હતી.

 


આ સમિતિ દ્રારા રાય સરકારને અહેવાલ રજૂ કર્યેા હતો, જેની ભલામણોને રાય સરકાર દ્રારા સ્વીકાર કરાયો હતો. જેથી શિક્ષણ બોર્ડ દ્રારા ધો.૧૦ના નિયમિત વિધાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી. ૫ જૂનના રોજ બાયસેગના માધ્યમથી તમામ શાળાના આચાર્યેા, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને પરિણામ તૈયાર કરવાની સમજ આપવામાં આવી હતી. પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાનારા તમામ આધારોનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રતિનિધિ મારફતે વેરિફિકેશન કરવા અંગે પરિપત્રમાં અને બાયસેગના માધ્યમથી મૌખિક જાણકારી આપવામાં આવી હતી.

 


જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્રારા જિલ્લા કક્ષાએ યોગ્ય ટીમોની રચના કરી વિવિધ આધારોની ચકાસણી કરવાની રહેશે તેવી સૂચના બોર્ડ દ્રારા આપવામાં આવી છે. જે આધારોની ચકાસણી કરવામાં આવનારી છે તેમાં શાળા દ્રારા ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની જાહેર પરીક્ષામાં મોકલાવેલા ઉમેદવારોના પ્રવેશ, જે શાળામાંથી ધો.૯, ૧૦ કે ધો.૧૧માંથી રજૂ કરેલા શાળા છોડાના પ્રમાણપત્ર, જનરલ રજિસ્ટર નોંધ ચકાસીને પ્રવેશની યોગ્યતા ચકાસવાની રહેશે.

 


શાળા દ્રારા ધો.૧૦ની બોર્ડની જાહેર પરીક્ષામાં મોકલાવેલા ઉમેદવારોના ધો.૯ના પરિણામની નકલ અને ધો.૧૦ની સામયિક કસોટી અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવાનું રહેશે.

 


શાળા દ્રારા ધો.૧૨ની બોર્ડની જાહેર પરીક્ષામાં મોકલેલા વિધાર્થીઓના ધો.૧૦ના બોર્ડના પરિણામ, ધો.૧૧ના પરિણામની નકલ અને ધો.૧૨ની સામયિક અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવા માટે ડીઈઓને સૂચના આપવામાં આવી છે.

 


પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધેલા તમામ આધારો જેવા કે સામયિક કસોટીના પ્રશ્નપત્રો, એકમ કસોટીના પ્રશ્નપત્રો, વિધાર્થીએ આપેલા ઉત્તરોની નોંધ અથવા તો ઉત્તરવહી, એસાઈન્ટમેન્ટ વર્ક વગેરેની ચકાસણી કરવાની રહેશે.

 


આમ, વેરિફિકેશન કરેલા તમામ આધારો ઉપર વેરિફિકેશન કરનારા પ્રતિનિધિની સહી, નામ, હોદ્દો અને તારીખ દર્શાવવાની રહેશે. શાળા પાસેથી આ તમામ આધારોની એક નકલ પ્રતિનિધિએ મેળવી લેવાની રહેશે. આ કામગીરી ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરવા માટે પણ બોર્ડ દ્રારા સૂચના આપવામાં આવી છે.

 

 

શાળાઓ ખુલી ગઇ પણ પાઠયપુસ્તકો બજારમાં નથી: શાળાઓને પાઠયપુસ્તકો આપી દેવાયા છે: પાઠયપુસ્તક મંડળ
સોમવારથી રાયની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારભં થયો છે પ્રથમ દિવસે શિક્ષકોએ વિધાર્થીઓને પાઠપુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરવાની હતી તેમ છતાં બજારમાં ધોરણ ૧ થી ૧૨ ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પાઠ પુસ્તકો નહી મળતા હોવાથી પરિણામે વાલીઓને હાલાકી પડી રહી છે. બીજી બાજુ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને પાઠપુસ્તકો સમયસર પહોંચાડી દેવા નો દાવો પાઠપુસ્તક મંડળ માહિતગાર સૂત્રો દ્રારા વ્યકત કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ રાજયના શિક્ષણવિભાગે વિધાર્થીઓને ગત વર્ષે પહેલા અભ્યાસ તમને સમજાવવા અને મહાવરા માટે બ્રીજ કોર્સ શ કરવામાં આવ્યો છે સતત એક મહિનો બ્રિજ કોર્સ ચાલવાનો હોવાના કારણે બજારમાં પાઠયપુસ્તકો મોડા આવશે તો ચાલશે તેવુ શિક્ષણવિદો માની રહ્યા છે.

 


૧૦ જુલાઇ બાદ નવા વર્ષનો અભ્યાસક્રમ ઓનલાઇન ભણાવશે
રાજયની  શાળાઓમા શૈક્ષણિક સત્રનો પ્રારભં થઈ ચૂકયો છે પ્રથમ મહિનો જુના ધોરણ નું પુનરાવર્તન કરાવવાનો હોવાથી નવા વર્ષનો અભ્યાસક્રમ ૧૦ જુલાઈ બાદ શ થશે. કોરોનાની મહામારી વચ્ચે વિધાર્થીઓનુ શિક્ષણ પ્રભાવિત ન થાય તે માટે સરકાર દ્રારા હોમ લનિગ શ કરવામાં આવ્યું છે નવા શૈક્ષણિક સત્રનો પ્રારભં કરી દેવામા આવ્યો છે. હાલ એક મહિના સુધી જુના ધોરણ નું પુનરાવર્તન કરાવવામાં આવશે ત્યારબાદ જ નવા અભ્યાસક્રમ ઓનલાઈન શ કરાવવાનો નિર્ણય રાયના શિક્ષણ વિભાગ દ્રારા કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application