પરપ્રાંતીય મજૂરોને વતનમાં મોકલવાની કામગીરીનો મહેસૂલી કર્મચારીઓ દ્વારા રાજ્યવ્યાપી બહિષ્કાર

  • October 28, 2020 11:34 AM 

પરપ્રાંતીય મજૂરોને પોતાના વતનમાં મોકલવા માટેની કામગીરી હાલ સમગ્ર રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ મહેસૂલી કર્મચારીઓના જીવ જોખમમાં ન મુકાય એવી વ્યવસ ગોઠવવાની અવારનવાર કરાયેલી રજૂઆતો નિષ્ફળ રહેતા આખરે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે આજી રાજ્યભરમાં આ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.મહામંડળના પ્રમુખ વિરમભાઇ દેસાઈએ આ સંદર્ભે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત મહેસુલ મંત્રી, મુખ્ય સચિવ,અધિક મુખ્ય સચિવ સહિતના સંબંધિત સત્તાવાળાઓને આ સંદર્ભે જાણ કરી દીધી છે અને મહામંડળના આ પ્રકારના નિર્ણયી સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. દરરોજ સંખ્યાબંધ સ્પેશિયલ ટ્રેન ગુજરાતી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ,ઓરિસ્સા સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે. હવે આ પ્રશ્ને શું કરવું તે બાબતે મૂંઝવણમાં મુકાયેલી સરકારે મહેસૂલી કર્મચારી મહામંડળના આગેવાનો સો સમજાવટના પ્રયાસ શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે.


મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઇના જણાવ્યા મુજબ પરપ્રાંતીય લોકોને તેમના વતનમાં મોકલવા અંગે નામ નોંધણીી લઈને તમામ પ્રકારની કામગીરી રેવન્યુ કર્મચારીઓ કરે છે. જે તે જિલ્લામાંી બસમાં બેસાડી તેના વતન જતી ટ્રેનમાં બેસાડવામાં સુધીની કામગીરી રેવન્યુ કર્મચારીઓ કરે છે. ચલણી નોટ સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવતી હોવા છતાં મજૂરો પાસેી ભાડાની રકમ ઉઘરાવી હાોહા રેલવે તંત્રમાં જમા કરાવવાની કામગીરી રેવન્યુ કર્મચારીઓ કરે છે. આ બાબતે તારીખ ૧૩ મેના રોજ મહામંડળ દ્વારા સરકારમાં યોગ્ય પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેનું કોઇ નિરાકરણ ન આવતા હવે બહિષ્કારનુ હયિાર ઉગામવામાં આવ્યું છે.


અમદાવાદમાં ગઇકાલે એક નાયબ મામલતદારનું કોરોનાના કારણે અવસાન તા મહેસૂલી કર્મચારીઓ ભારે રોષે ભરાયા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ શ્રમીકોને બસમાં બેસાડવા, તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ કરવા જેવી કામગીરી આરટીઓ અને અન્ય કચેરીઓની તી હોવા છતાં બધું જ મહેસૂલી કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. આમ છતાં મહેસૂલી કર્મચારીઓના મોતનો ખતરો ઓછો કરવા માટે કોઇ નક્કર કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી ની.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS