રાજ્યોને ત્રણ દી’માં રસીના 48 લાખ ડોઝ અપાશે

  • May 25, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેરાત, અત્યાર સુધીમાં રાજ્યોને 21.80 કરોડ ડોઝ અપાયા છે



દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાન ને ગતિશીલ બનાવવા માંગે છે અને એટલા માટે જ આગામી ત્રણ દિવસમાં રાજ્ય સરકારોને રસીના 48 લાખ ડોઝ આપવામાં આવશે અને રસીકરણ અભિયાનને ઝડપી બનાવવામાં આવશે.

 


કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તાએ એવી માહિતી આપી છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારોને 21.80 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને હજુ પણ જેમ જેમ જરૂરિયાત ઊભી થશે તેમ તબક્કાવાર તેમને પુરવઠો આપવામાં આવશે.

 


રાજ્ય સરકારોને જે કુલ પુરવઠો અપાય છે તેમાંથી 20 કરોડ ખોરાકનો ઉપયોગ થયો છે અને તેમાં નાશ પામેલી ખોરાક નો પણ સમાવેશ થઈ જાય છે. અનેક રાજ્યોમાં મોટા પ્રમાણમાં રસીનો બગાડ થયો હતો અને ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આવી રાજ્ય સરકારોને ચેતવણી પણ આપવામાં આવી હતી.

 


આરોગ્ય મંત્રાલય દ્વારા એવી માહિતી પણ આપવામાં આવી છે કે દેશમાં રસીકરણ અભિયાન ના સોમવારે પૂરા થતાં 129 મા દિવસે હજારો લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 19.84 કરોડ લાભાર્થીઓને ખોરાક આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS