રાજ્યના મંદિરો ખુલ્યા પણ દર્શનાર્થીઓ ઘટા, દાનપેટી ખાલીખમ!

  • September 09, 2020 10:41 AM 1228 views

 

  • મોટા મંદિરોમાં તહેવારો દરમિયાન ભકતોનું ઘોડાપૂૂર રહેતું હતું તે આ વર્ષે કોરોના મહામારીના કારણે જોવા મળ્યું નથી.


કોરોના મહામારીના કારણે ભકતો ભગવાનથી દૂર થઈ ગયા છે. મતલબ કે, તેઓ મંદિર નથી જઈ શકતા બાકી આસ્થા તો અકબધં છે. સામાન્ય રીતે તહેવારોમાં મંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટે છે પરંતુ આ વર્ષે ગુજરાતભરના મંદિરો ભકતો વિના સૂના રહ્યા છે.


મંદિરે આવતા ભકતોની સંખ્યા ઘટી જતાં દાનમાં પણ મળ્યું નથી. સોમનાથ મંદિરથી લઈને દ્રારકાધીશ અને અંબાજીથી માંડીને ડાકોરના મંદિરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટમાં ૧૦ ટકાથી પણ ઓછું દાન મળ્યું છે. ઓગસ્ટ મહિનામાં મોટાભાગે હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસ હોય છે ઉપરાંત જન્માષ્ટ્રમી અને ભાદરવી પૂનમે ભકતો મંદિરે પહોંચે છે અને ઉદારતાથી દાન કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ સંભવિત નહોતું.


કેંદ્ર સરકારની ગાઈડલાઈન્સના પાલન સાથે બે મહિના બાદ ૮ જૂનથી ગુજરાતના મંદિરો ખુલ્યા હતા. જો કે, ઘણા મંદિરોએ ઓગસ્ટ મહિનામાં બધં પાળ્યો હતો કારણકે આ મહિનામાં અનેક તહેવારો આવે છે. એવામાં ભકતોનો ધસારો ના થાય તે માટે બધં રાખવાનો નિર્ણય લેવાયો હતો. દર વર્ષે અંબાજીમાં ૧૫ દિવસ ચાલતો ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે. પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આવશે તે ભયના કારણે મેળો રદ્દ કરવામાં આવ્યો હતો.


શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જનરલ મેનેજર એસ.જે. ચાવડાએ કહ્યું, ગત વર્ષે ભાદરવી પૂનમે શકિતપીઠ અંબાજીમાં ૨૩ લાખ ભકતોએ મુલાકાત લીધી હતી અને ૪.૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ વર્ષે કોરોના વાયરસના કારણે મુલાકાતીઓ માટે મંદિર બધં કરવામાં આવ્યું હતું. ત્યારે ઓનલાઈન ડોનેશન દ્રારા ૧.૫ લાખથી ૨ લાખ રૂપિયા જ મળ્યા છે.


વેરાવળમાં આવેલું પ્રસિદ્ધ સોમનાથ મંદિર શ્રાવણ મહિનામાં ખુલ્લું હતું ત્યારે આ વર્ષે ૧.૮૫ લાખ ભકતોએ ભોળાનાથના દર્શન કર્યા હતા. યારે ગયા વર્ષે આ સમયગાળામાં સોમનાથ મંદિરે ૧૮ લાખ ભકતો દર્શનાર્થે આવ્યા હતા. આ વર્ષે શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરને ૧.૨૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું, યારે ગયા વર્ષની રકમ ૬.૬૫ કરોડ રૂપિયા હતી. ટ્રેન સેવા બધં હતી અને બસો પણ મર્યાદિત હતી ત્યારે માત્ર આસપાસના વિસ્તારોમાંથી જ ભકતો દર્શન માટે આવી શકયા હતા, તેમ સોમનાથ મંદિર ટ્રસ્ટના વિજયસિંહ ચાવડાએ કહ્યું.


દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આવેલા દ્રારકાધીશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વ પર સૌથી વધુ ૧.૭૫ લાખથી ૨ લાખ જેટલા ભકતો દર્શનાર્થે આવે છે. આ વર્ષે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્રએ જન્માષ્ટ્રમી પર મંદિર બધં રાખવાનો નિર્ણય કર્યેા હતો. ગયા વર્ષે જન્માષ્ટ્રમીના પર્વ પર ૯.૫ લાખ રૂપિયાનું દાન મંદિરને મળ્યું હતું ત્યારે આ વર્ષે ૧ લાખ રૂપિયા ઓનલાઈન ડોનેશન મળ્યું છે.
જન્માષ્ટ્રમીના પર્વ પર દર વર્ષે ડાકોરમાં મોટો મેળો ભરાય છે પરંતુ આ વર્ષે આવું થયું નહોતું. પ્રખ્યાત ડાકોર મંદિરમાં ગયા વર્ષે ૧.૭૫ લાખ ભકતોએ દર્શન કર્યા હતા અને ૧૧ લાખ રૂપિયાનું દાન મળ્યું હતું. જો કે, આ વર્ષે મંદિરની આસપાસના વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ મળી આવતાં બધં રખાયું હતું. મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના વ્યાપક પગલાં લેનારા મંદિરોના વહીવટદારોએ કહ્યું કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દાન ખૂબ ઓછું મળ્યું છે.


જો સ્થિતિ આ પ્રકારે જ રહી તો ગુજરાતમાં દાનની દ્રષ્ટ્રિએ ધનિક ગણતા મંદિરોમાં સ્ટાફની છટણી કરવા જેવા ગંભીર પગલાં ભરવા પડશે. સોમનાથ, ડાકોર અને અંબાજી મંદિર કુલ મળીને ૩૨૦ લોકોને રોજગારી પૂરી પાડે છે. જે મંદિરોએ ઓનલાઈન દર્શનની સેવા શ કરી હતી તેમના ભકતો તો ઘટા નહીં પરંતુ દાનપેટીનું તળિયું દેખાવા લાગ્યું. મંદિર ટ્રસ્ટોને ઓનલાઈન મળેલું ડોનેશન ખૂબ ઓછું છે, તેમ સૂત્રોનું કહેવું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application