હવે સાઉથના રાજ્યમાં કોરોનાની નવી લહેરે ધારણ કર્યું ખતરનાક સ્વરૂપ : બેંગ્લોરમાં દિલ્હી જેવાજ હાલ

  • May 07, 2021 01:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ભારતના માત્ર ચાર રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના એક ૧૩૭૫૭૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૬૫૬ લોકોના કોરોનાએ જીવ લીધા છે. કર્ણાટક હોય કે બેંગલોર હવે બધાની હાલત રાજધાની દિલ્હી જેવી થઈ રહી છે. કર્ણાટકમાં ૫૦ હજારથી પણ વધારે નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. બેંગ્લોરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ હજાર થી વધુ કેસ જોવા મળ્યા છે અને ઓક્સિજનની અછતના કારણે ૫ દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. રાજધાની દિલ્હીમાં રોજ ૨૦ હજારથી પણ વધુ કોરોના નવા કેસ જોવા મળી રહ્યા છે. જ્યારે કેરલમાં ૪૧ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે અને આંધ્ર પ્રદેશમાં ૨૨ હજારથી વધારે નવા કેસ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવ્યા છે. આ બધા જ આંકડાઓ સાઉથ સ્ટેટમાં કોરાનાનું સ્વરૂપ કેટલું ભયાનક બનતું જાય છે તે દર્શાવી રહ્યા છે.

 

 

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારે ત્રીજી લહેરની સાવધાની જાહેર કરી છે. સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર વિજય રાઘવન અનુસાર કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. વાયરસનું સંક્રમણ તેની હાઈ સપાટીએ છે. હાલમાં એ નિશ્ચિત નથી કે ત્રીજી લહેર ક્યારે આવશે પરંતુ ત્રીજી લહેર આવશે ચોક્કસ છે અને જે પહેલી અને બીજી બંને ચહેરો કરતાં વધુ ખતરનાક હશે પરંતુ આપણે ત્રીજી લહેર માટે સાવધાની સાથે તૈયાર રહેવાનું છે. આ દરમિયાન દક્ષિણ ભારતમાં કોરોના વધુ એકવાર ગતિ પકડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS