રાજ્ય સરકારોને ખૂબ જલ્દી ઓક્સિજનનો જથ્થો મળશે

  • April 19, 2021 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય મંત્રી ગોયલની જાહેરાત, ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય પર પ્રતિબંધ મુકાયો

 


દેશમાં કોરોનાવાયરસ મહામારી ના વધતા આક્રમણના પગલે અનેક રાજ્યો એ પોતાને ત્યાં ઓક્સીજન સમાપ્ત થઈ ગયાની ફરિયાદો કરી છે અને કેન્દ્ર સરકારને જાણ કરી છે ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે પોતાના નિવેદનમાં એવી માહિતી આપી છે કે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો સપ્લાય કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે ખૂબ જ જરૂરિયાત મંદ 12 રાજ્યોને ટૂંક સમય માં 6177 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવશે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારોએ ઓક્સિજનની પોતાની માંગને કંટ્રોલમાં રાખવી જોઈએ. કેન્દ્ર સરકાર રાત-દિવસ કામ કરી રહી છે.

 


તેમણે એવી માહિતી પણ આપી છે કે કોરોના કાળ દરમિયાન દર્દીઓની સારવાર કરવામાં કોઇ અવરોધ ન સર્જાય તે માટે અને ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ઉદ્યોગિક હેતુ માટે ના ઓક્સિજનની સપ્લાય પર હાલ સુરત કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

 


12 રાજ્યો સાથે વિસ્તૃત બેઠક કયર્િ બાદ કેન્દ્ર સરકારે તેમની ઓક્સીજનની જરૂરિયાત નો અંદાજ મેળવી લીધો છે અને ટૂંક સમયમાં જ આ બધા જ રાજયોને તેમની જરૂરિયાત પ્રમાણે ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવશે. જોકે સાથોસાથ તેમણે એવી શિખામણો પણ આપી છે કે રાજ્ય સરકારોએ માગમાં કંટ્રોલ રાખવાની જરૂર છે. રાજ્ય સરકારોએ પોતાની રીતે પણ ઓક્સિજન નું વ્યવસ્થાપ્ન કરવું જોઈએ અને ફક્ત કેન્દ્ર સરકાર પર જ આધાર રાખીને બેસી રહેવું જોઈએ નહીં અને કોઈ પણ રીતે દર્દીઓની સારવારમાં અવરોધ ઉભો ન થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS