ચૂંટણીમાં જીતની ઉજવણી રોકી શકવા રાજ્ય સરકાર સક્ષમ જ નથી, હાઈકોર્ટે બરાબરની ઝાટકણી કાઢી

  • February 27, 2021 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચુંટણીને કારણે કોરોનાના વધતા જતા કેસ સંદર્ભે દાખલ સુઓમોટો ઉપર સુનાવણી કરતા હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોરોનાના કેસ ફરી વધતાં હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, કોરોનાના 74 ટકા કેસ વધ્યા છે, ત્યારે સ્થિતિને અંકુશમાં લેવા સરકાર શું પગલા ભરી રહી છે ? સરકારની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે કહ્યું છે કે, પક્ષો દ્વારા થતી જીતની ઉજવણી અન્ય માટે હાનિકારક બનવી જોઈએ નહીં. સરકાર આ ઉજવણી રોકી શકવા સક્ષમ નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને એવુ સુચન કર્યું છે કે, ચુંટણી બાદ પક્ષના કાર્યકતર્ઓિને કોરોના માટેની કમ્યુનિટી સર્વિસમાં લગાવવાનો નિર્દેશ આપો. આવી ઉજવણીમાં કાર્યકતર્ઓિને ભેગા કરનારા રાજકીય નેતાઓ મુદ્દે હાઈકોર્ટે કોઈ ટિપ્પણી કરી નથી.

 


હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે, ચુંટણીની ઉજવણી પૂર્ણ થયા બાદ, હવે સરકારે કોરોનાને અંકુશમાં લેવા માટેના પગલા લેવાનુ શરુ કર્યું છે. જો કે, 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા અને પંચાયત માટે ચુંટણી થશે, 02 માર્ચે મતગણતરી, ત્રીજી માર્ચે ઉજવણી અને આઠમી માર્ચે ફરી અનેક કાર્યક્રમો થશે. લોકો એવુ માની રહ્યા છે કે, બધુ ઠીક થઈ ગયું છે અને કોરોનાની બાબતને હળવાશથી લઈ રહ્યા છે. પરંતુ સ્થિતિ ખરાબ છે. ચુંટણીની જીતની ઉજવણીના વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે લોકોએ માસ્ક પહેયર્િ જ નથી અને સોશિયલ ડિસ્ટંસિંગની વાત તો દૂરની રહી. થોડા દિવસો પૂરતી સ્થિતિ સારી રહી હતી. જો કે, ફરી તે વણસી રહી છે. ધ્યાનમાં રહે કે મુંબઈમાં સ્થિતિ બગડી રહી છે.
બીજી તરફ, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, કોરોનાના સંક્રમણને રોકવા અસરકારક પગલા લીધા છે. માસ્કના નિયમનુ પાલન કડકાઈથી કરાવી રહ્યા છીએ. હોસ્પિટલ્સને તૈયાર રખાયેલી છે, રાજ્ય બહારના લોકોને પ્રવેશતા અટકાવાયા છે.

 


હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, માસ્ક પહેરવાના નિયમનુ પાલન કડકાઈથી કરાવો. સોશિયલ ડિસ્ટંસિંગનુ થવું જરુરી છે. માત્ર રાજ્ય બહારથી આવતા લોકોને અટકાવવાથી કોરોનાના સંક્રમણને રોકી શકાશે નહીં. મહત્વનુ છે કે, કોરોનાના મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application