તોકતે વાવાઝોડાની સંભાવનાના પગલે રાજ્ય સરકાર હરકતમા

  • May 13, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

1જુનથી જિલ્લા કક્ષાએ ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવા થયા આદેશઆવતીકાલે અરબ સાગરમાં લો પ્રેશર સાયકલોનમાં પરિણમે  તો ‘‘તોકતે‘‘ વાવાઝોડુ બનશે. જે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે.રાજ્યમા સંભવિત વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે . ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તારીખ 14 મેના રોજ લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે.  આ લો પ્રેશર ના પરિણામ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને વ્યાપક અસર થઇ શકે તેમ છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે. કોરોના ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવાના સરકારે આદેશ આપ્યા છે.

 


આ સાયક્લોનની ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વ્યાપક અસર થઇ શકે એમ છે. તેને ધ્યાને લઈને રાજ્યના મંત્રી વિજય રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના છે.આ વાવાઝોડુ દિવસો જતા ઉત્તર- પશ્વિમ દિશામાં આગળ વધે તેવી  સંભાવના છે.

 


આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલા ભરવા આદેશ આપ્યા છે . કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સંબધિત જિલ્લાના કલેક્ટરોને સુસજ્જ રહેવા માટે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાયા આવી છે.

 


આગામી ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલાક આગોતરા આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવ તમામ જિલ્લા કલેક્ટરો તેમજ ત્રણેય પાંખના વડા સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી તેમાં આગામી 1લી જુનથી રાજ્યભરના ફલડ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS