રાજકોટમાં ડ્રાઈવ–થ્રુ વેકિસનેશન શરૂ કરો: સીએમને ચેમ્બરની રજૂઆત

  • May 13, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં પણ હવે અમદાવાદની જેમ ડ્રાઈવ–થ્રુ વેકિસનેશન શરૂ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર વડિલોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય આ પરિસ્થિતિ નિવારવા માટે ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે મુખ્યમંત્રી ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને પણ પત્ર પાઠવ્યો છે.

 

 

વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાં પણ હવે અમદાવાદની જેમ ડ્રાઈવ–થ્રુ વેકિસનેશન શરૂ કરવું જરૂરી છે. હાલમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને વેકિસન આપવામાં આવી રહી છે પરંતુ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર ખુબ લાંબી લાઈન લાગતી હોય તેના લીધે સિનિયર સિટીઝન્સ તેમજ દિવ્યાંગ નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. વધુને વધુ લોકો વેકિસનેશનનો લાભ લે તે માટે ડ્રાઈવ–થ્રુ વેકિસનેશન શરૂ કરવું એ સમયની માગ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS