કોરોના સંક્રમણ વચ્ચે આજથી ધોરણ ત્રણથી આઠ નિદાન કસોટી: શહેરના 24 હજાર બાળકો આપશે પરીક્ષા

  • March 15, 2021 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરણ 3થી 5 માટે ઓફલાઇન, 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઇન બન્નેે ફોર્મેટમાં પરીક્ષા: જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા નથી તેમને શિક્ષકોએ ઘર પર પહોંચાડ્યા: સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પડેલી મૂંઝવણનું સંશોધન કરી ડેટા તૈયાર કરશે શિક્ષણ તંત્ર

 


ધોરણ 3 થી 8 ની નિદાન કસોટી નો આજથી પ્રારંભ થયો છે હાલમાં કોરોના ના વધતા કેસના પગલે ધોરણ 3 થી 5 ની પરીક્ષા ઘરે ઓફલાઈન લેવાશે જ્યારે ધોરણ છ થી આઠ ની પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શૈક્ષણિક સત્ર દરમ્યાન છ માસીક અને નવ માસિક એટલે કે સત્રાંત અને પ્રિલીમનરી એમ બંને પરીક્ષાઓ લેવામાં આવે છે જોકે આ વર્ષે કોરોના ના લીધે પ્રથમ સત્ર ની પરીક્ષા ની નિદાનાત્મક કસોટી નામ આપવામાં આવ્યું છે આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કૈલા એ જણાવ્યું હતું કે, અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવણ કે સમસ્યા હોય તો તેનું સંશોધન કરવા માટે આ પરીક્ષા ના માધ્યમથી ડેટા તૈયાર કરવામાં આવશે, કોરોના ના લીધે આ પરીક્ષાઓને પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ નામ આપવામાં આવ્યુ છે.

 


રાજ્યમાં દિવાળી બાદ લાદવામાં આવેલા રાત્રિ કરર્ફ્યું બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. જેથી રાજ્યમાં સ્કૂલોને કોરોનાની ગાઇડલાઇન સાથે સ્કૂલો શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે.

 


બીજી તરફ આજથી રાજ્યભરમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રની નિદાન કસોટી શરૂ થઇ છે.બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને ફોર્મેટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે 11 વાગેથી બપોરે 1 વાગે સુધી લેવાશે જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં લેવાશે. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની 40 માર્કની જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની 80 માર્કની પરીક્ષા લેવાશે. આજથી શરૂ થનાર પરીક્ષા 22 માર્ચના રોજ પૂર્ણ થશે.

 


ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ ઉત્તરો કસોટીપત્રમાં લખવાના રહેશે અને ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ પેનથી જ જવાબ લખવાના રહેશે. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ જે શાળાએ આવતા હોય તેમને વ્યક્તિગત પ્રશ્નપત્રની કોપી આપવાની રહેશે. તથા ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી તેમણે ઘરેથી પરીક્ષા આપવાની રહેશે અને કોઈપણ સ્થિતિમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાશે નહીં.

 


ગોપ્નીયતા જળવાઈ રહે એ માટે પરીક્ષાના સમય પહેલા પ્રશ્નપત્ર કોઈને ના મળે તેની જવાબદારી શાળાની રહેશે. શિક્ષકોએ પ્રશ્નપત્ર પરીક્ષા પૂર્વે પહોંચાડવાના રહેશે, વાલીઓએ ઉત્તરવહી શાળામાં પરત કરવાની રહેશે. જાણવા મળ્યુ છે કે તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS