સ્ટેડિયમની વચ્ચોવચ સ્ટેજ તૈયાર કરાશે, ૭ હજાર વીવીઆઈપી માટે ખાસ વ્યવસ્થા

  • February 14, 2020 10:41 AM 14 views

અમેરિકી પ્રમુખના એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રોડ શો દરમિયાન તેમના સ્વાગત માટે શહેરની એનજીઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ પાસેથી પણ મદદ માગવામાં આવી છે. મેયર બિજલબેન પટેલ દશુક્રવારે આવી એક સંંસ્થા સાથે એક બેઠક યોજશે. મેયર સહિતના હોદ્દેદારોએ ગુવારે સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.


ફાયર બ્રિગેડ ડ્રોન સાથે સાવચેતી રાખશે. સુરક્ષાના ભાગ પે તમામ રસ્તા પર ફાયર બ્રિગેડ પણ ડ્રોન સહિતની તમામ સાધનો સાથે ત્યાં ઉપસ્થિત રહેશે. તેમજ સમગ્ર વિસ્તારમાં સિકયુરિટી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર બહાર અને પાકિગના સ્થળોએ પણ ફાયર ટેન્ડર તહેનાત રહેશે.


ટ્રમ્પને હેરિટેજ પ્રતિકૃતિની ભેટની યોજના વ્યવસ્થા અને પ્રોટોકોલને ધ્યાને લઇ મ્યુનિ. ટ્રમ્પ દંપતીને હેરિટેજની પ્રતિકૃતિ ભેટમાં આપશે તેવી વિચારણા છે. જોકે આ અંગે અમેરિકી સુરક્ષા એજન્સીઓ સાથે પરામર્શ કર્યા પછી જ ભેટ આપી શકાશે કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલના તબક્કે માત્ર વિચારણા છે.


ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાશે. અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ આગમન પૂર્વે જ અમદાવાદ આવશે અને ગુજસેલ ખાતે ટ્રમ્પને રિસિવ કરશે.