એસટી નિગમના કર્મચારીઓ કોરોના ગ્રસ્ત વોરિયર્સ જાહેર કરવા માગણી

  • May 21, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસટી યુનિયન કહે છે કે કોરોના સંક્રમણના સમયમાં ડ્રાઇવર અને કંડક્ટરો ફરજ બજાવે છે ત્યારે તેઓ પણ કોરોના વોરિયર્સ છે, સરકાર જાહેર કરે

 ગુજરાત એસટી વિભાગમાં કામ કરતાં કર્મચારીઓ ખાસ કરીને બસના ડ્રાઇવર અને કંડક્ટરને પણ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા જોઇએ તેવી માગણી એસટી યુનિયનો કરી રહ્યાં છે. તેમણે કહ્યું છે કે કોરોના સંક્રમણના કપરાં સમયમાં પણ આ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે અને મુસાફરોને એસટીની સુવિધા આપી રહ્યાં છે.

 


રાજ્ય સરકારના બીજા કર્મચારીઓની જેમ એસટી નિગમના કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે. અત્યાર સુધીમાં 2000થી વધુ કર્મચારીઓને કોરોના થયો છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણના સમયમાં ડોક્ટર, નર્સ, મેડીકલ સ્ટાફ, પોલીસ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને અન્યને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કયર્િ છે ત્યારે એસટી નિગમમાં કામ કરતાં કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ જેવા છે, કેમ કે તેઓ મુસાફરોની સેવા કરી રહ્યાં છે તેથી તેમને પણ વોરિયર્સ ગણવા જોઇએ.

 


ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને વોરિયર્સ તરીકે જાહેર કરવા એસટી યુનિયને માગણી કરી છે. ગાંધીનગર ડેપો મહામંડળના સેક્રેટરી નરેન્દ્ર ચૌહાણે કહ્યું છે કે કોરોના સંક્રમણના સમયમાં એસટીના 2000 કર્મચારીઓ સંક્રમિત થયાં છે અને 150થી વધુ કર્મચારીઓના કોરોનાના કારણે મૃત્યુ પણ થયાં છે. આ મુશ્કેલ સમયમાં એસટી ડ્રાઇવર તેમજ કંડક્ટરો કામ કરી રહ્યાં છે.

 


મહામંડળે માગણી કરી છે કે અમારા કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવે અને દરેક જિલ્લામાં સંક્રમિત કર્મચારીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે. ગાંધીનગર ડેપો મહામંડળે એક બેઠકમાં કોરોનાથી અવસાન પામેલા કર્મચારીઓની શ્રદ્ધાંજલિ આપી છે અને સરકાર પાસે માગણી પણ કરી છે કે તેમને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવામાં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS