BREAKING NEWS

એસટી બસ ઓનલાઇન પાસ સિસ્ટમ ફરી શરૂ

  • April 08, 2026 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એસટી બસ ઓનલાઇન પાસ સિસ્ટમ ફરી શરૂ



હર્ષ સંઘવીએ ટવીટ દ્વારા જાહેરાત કરી 



ગુજરાત માર્ગ વાહન વ્યવહાર એસટી દ્વારા લાખો મુસાફરો રોજ અપડાઉન કરતા હોય છે તેમની સુવિધા માટે દૈનિક મુસાફર પાસ યોજના એસટી દ્વારા ઉપલબ્ધ છે જે ઓનલાઇન ટેકનીકલ કારણસર બંધ હતી તે પુન: શરૂ​​​​​​​ કરવામાં આવી છે. 



ગૃહમંત્રી અને ગુજરાત માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટવીટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત એસટી નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરો માટે ઓનલાઇન પાસ સિસ્ટમ ટેકનીકલ કારણસર બંધ હતી તે નિગમ દ્વારા ઇનહાઉસ સોફટવેર ડેવલપ કરી પુન: શરૂ કરવામાં આવી છે હવેથી મુસાફર પાસનું પેમેન્ટ કયુઆર કોડથી ઓનલાઇન માઘ્યમથી કરી શકશે. મુસાફર દ્વારા મોબાઇલ કે મુસાફર પાસનું ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ પોતાના નજીકના બસ સ્ટેશન પરથી પ્રિન્ટ પણ મેળવી શકશે.



સમગ્ર રાજયમાં અસંખ્ય મુસાફરો એસટી મારફત નોકરી અને ધંધાર્થે અપડાઉન કરતા હોય છે લોકલ તથા એકસપ્રેસ બસમાં કાયમી અપડાઉન કરતા અંદાજે બે લાખથી વધુ મુસાફરોને હવે પાસ કઢાવવા માટે બસ સ્ટેન્ડમાં લાઇનમાં ઉભુ રહેવુ નહી પડે અને નોકરી અને ધંધાર્થે અપડાઉન કરતા મુસાફરોનો કિંમતી સમય બચશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News