Spotify બની એન્ડ્રોયડ પર સૌથી વધુ ડાઉનલોડ થયેલી ઓડિયો એપ

  • May 04, 2021 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પોટીફાઈ એપએ ગૂગલ પ્લે સ્ટોર પર 1 બિલિયન ડાઉનલોડનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો છે. આ એપ સૌથી વધુ ડાઉનલોડ થયેલી મ્યૂઝિક એપ બની છે. આ પહેલી એવી ઓડિયો એપ છે જેને આટલી વખત ડાઉનલોડ કરવામાં આવી હોય. 

 

 

ગૂગલે પોતાના ગૂગલ પ્લે મ્યૂઝિક પ્લેટફોર્મને બંધ કરી દીધું છે. ખાસ વાત એ છે કે સ્પોટીફાઈ એન્ડ્રોયડની દુનિયામાં આવ્યાની સાથે 2 વર્ષમાં જ 500 મિલિયનનો આંકડો પાર કરી ચુકી છે. 

 

 

સ્પોટીફાઈએ યુએસ અને ભારત સહિતના દેશમાં રેકોર્ડ બ્રેક ગ્રોથ કર્યો છે. ફર્મએ આ તકે સ્પષ્ટ કર્યું છે કે આગામી 2 વર્ષ સુધી તેની સર્વિસ ફ્રી રહેશે. ત્યારબાદ 2023થી કંપની ચાર્જ લેવાનું શરુ કરશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS