બંધ કરો કાયરતા ભર્યું કૃત્ય, હાથણીની હત્યા પર ભડક્યા વિરાટ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વિરાટ કોહલી સુરેશ રૈના હરભજન સિંહ ઋષભ પંત ગીતા ફોગાટ બજરંગ પુનિયા યોગેશ્વર દત્ત સહિતના ખેલાડીઓએ કેરળના મલપ્પુરમ ભૂખી ગર્ભવતી હાથણીની હત્યા  સામે રોષ વ્યક્ત કર્યો છે કેરળના મલપ્પુરમ માં કેટલાક તોફાની તત્વોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવ્યું અને ત્યાર બાદ તેનું મોત થઈ ગયું મોત પહેલા હાથણીને 20 દિવસ સુધી દર્દ થી કણસી રહી હતી હાથણી નુ મોઢુ ખરાબ રીતે ઘાયલ થઈ ગયું હતું.એક વન્ય અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર હાથની મોતની દર્દનાક કહાની જણાવવામાં આવી હતી.આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે અજાણ્યા લોકો ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

આ ખબર સામે આવ્યા બાદ વિરાટ કોહલી ની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને પણ ગુસ્સો આવ્યો હતો તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી માં લખ્યું હતું કે આપણે પશુ સાથે ક્રુરતાથી વર્તન કરી રહ્યા છીએ ત્યારે કાયદો વધારે કડક કરવાની જરૂર છે. તેણે હૃદયસ્પર્શી કાર્ટુન શેર કર્યું હતું અને તેમણે અપરાધીઓને સજા થવાની અપીલ કરી હતી. આ પોસ્ટ અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

તસવીરમાં હાથની અનાનસ પાસે ઊભી હતી તેના પેટમાં હાથીનું બચ્ચું દેખાઈ રહ્યું છે હાથીના બચ્ચાને જાણે તેને મા કહી રહી હોય અને ખાવાનું આપી રહી હોય, આ બાબત બચુ કહી રહ્યું હોય પર માણસ કેટલા સારા હોય છે આપણને ખાવાનું આપે છે. અનુષ્કાએ પોતાની પોસ્ટમાં કેરળના મુખ્યમંત્રી ને વિનંતી કરી છે કે અપરાધીઓને શોધવામાં આવે અને આ જઘન્ય અપરાધ બદલ તેમને સજા ફરમાવવામાં આવે.

 

વિરાટ કોહલીએ કહ્યું હતું કે કેરળમાં જે ઘટના ઘટે તે જાણીને તે ખૂબ જ બીપી વ્યથિત છે અને જાનવરો સાથે લાગણીથી વર્તવા માટે અને આવી કાયર હરકતો બંધ કરવા માટે તેણે લોકોને અપીલ કરી હતી ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ અંતે આ ઘટનાને સાંભળીને ટ્વીટ કરી અને પૂછ્યું હતું કેરળમાં બનેલી આ ઘટનાથી હુ  ક્રોધિત છું કોઈ આટલો નિર્દય કઈ રીતે બની શકે છે આશા રાખું છું કે દોષિતોને કડક સજા આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS