આજે જયપુર એરપોર્ટ પર બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સ્પાઈસ જેટની એક મહિલા કર્મચારીએ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ના મહીલા જવાનને થપ્પડ મારી દીધી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા તપાસને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો, જ્યારે એરલાઈને તેને જાતીય સતામણીનો ગંભીર મામલો ગણાવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
જે ઘટના સામે આવી છે તેના CCTV ફૂટેજમાં CISF અધિકારીઓ સ્પાઈસ જેટની મહિલા સભ્ય સાથે વાત કરતા જોવા મળે છે. આ પછી તે અચાનક બે ડગલાં આગળ વધે છે અને તેના ચહેરા પર થપ્પડ મારી દે છે. પછી એક લેડી કોન્સ્ટેબલ તેને એક બાજુ લઈ જાય છે. આ બાબતે, એરલાઈન સ્પાઈસજેટે એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે તેના કર્મચારી સાથે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને CISF અધિકારીએ તેને ફરજના કલાકો પછી તેના ઘરે આવીને મળવાનું કહ્યું હતું.
આ અંગે માહિતી આપતા ડીસીપી કવેન્દ્ર સિંહે જણાવ્યું કે CISF જવાનોની ફરિયાદના આધારે આરોપી મહિલા અનુરાધા રાનીની ધરપકડ કરવામાં આવી છે અને તેનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. મહિલાએ ફરિયાદ પણ નોંધાવી છે. અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ, ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ જયપુર એરપોર્ટ પર બની હતી જ્યારે સહાયક સબ-ઇન્સ્પેક્ટરે મહિલા ક્રૂને સુરક્ષા તપાસ કર્યા વિના વાહનના ગેટથી એરપોર્ટમાં પ્રવેશતા અટકાવી હતી. જ્યારે તેને રોકવામાં આવી ત્યારે મહિલા અને સીઆઈએસએફના જવાનો વચ્ચે ઝઘડો થયો અને મહિલાએ સૈનિકને થપ્પડ મારી દીધી. અધિકારીએ કહ્યું કે સવારે એરપોર્ટ પર કોઈ મહિલા કર્મચારી ન હતી, જેના કારણે તપાસ માટે એક પુરુષ કર્મચારી તૈનાત કરવામાં આવ્યો હતો.
આ મામલે CISF દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, જ્યારે રાની સવારે લગભગ 4 વાગ્યે અન્ય કર્મચારીઓ સાથે વાહન ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશી રહી હતી, ત્યારે તેની પાસે તે ગેટનો ઉપયોગ કરવાની માન્ય પરવાનગી નહોતી, જેના કારણે તેને અટકાવવામાં આવી હતી. એરલાઇન ક્રૂ માટે નજીકના એન્ટ્રી ગેટ પર સ્ક્રીનીંગ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે કોઈ મહિલા CISF કર્મચારી ઉપલબ્ધ નહોતા. આવી સ્થિતિમાં ASIએ એક મહિલા સહકર્મીને સુરક્ષા તપાસ માટે બોલાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં વિવાદ વધી ગયો હતો અને સ્પાઈસ જેટના કર્મચારીએ તેને થપ્પડ મારી દીધી હતી.
જોકે, સ્પાઈસજેટનું કહેવું છે કે રાની પાસે ગેટ માટે માન્ય એરપોર્ટ એન્ટ્રી પાસ હતો. "સ્ટીલ ગેટ પર કેટરિંગ વ્હીકલને એસ્કોર્ટ કરતી વખતે, અમારી મહિલા સુરક્ષા સ્ટાફ, જેની પાસે ભારતના નાગરિક ઉડ્ડયન સુરક્ષા નિયમનકાર બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા જારી કરાયેલ માન્ય એરપોર્ટ પ્રવેશ પાસ હતો, તે CISF કર્મચારીઓ સાથે હતી," એરલાઈને જણાવ્યું હતું. તેણી દ્વારા અયોગ્ય અને અસ્વીકાર્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તેણીને નોકરી પછી અયોગ્ય રીતે તેના ઘરે આવવાનું કહેવામાં આવ્યું હતું.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech