સ્પાઇસ જેટ– ઈન્ડિગોએ રાજકોટ થી ઉડાન ભરતી ફલાઇટ કેન્સલ કરી

  • May 06, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ના લીધે ટ્રાફિક ઘટતાં અને આંશિક લોકડાઉનની પરિસ્થિતિની અસર હવાઈ સેવા ઓ પર પડી છે. રાજકોટથી ઉડાન ભરતી તમામ ફલાઇટ ખાનગી એરલાઈન્સ દ્રારા રદ કરી દેવામાં આવી છે યારે એર ઇન્ડિયા ની સાહ માં ૩ દિવસ મુંબઈ અને દિલ્હી માટેની લાઇટ ઉડાન ભરશે.

 

 

છેલ્લા દસ દિવસથી સ્પાઇસજેટ એરલાઇન્સ દ્રારા મુંબઇ ,દિલ્હી અને હૈદરાબાદ માટે ઉડાન ભરતી લાઈટ કેન્સલ કરી દેવામાં આવી હતી, યારે બેંગ્લોર માટે ની હવાઈ સેવા છેલ્લા એકાદ મહિનાથી બધં છે, દરમ્યાન આજે સ્પાઇસ જેટ અને ઈન્ડિગો બંને એરલાઇન્સ દ્રારા ૩૧ મે સુધી તમામ શહેરો માટેની હવાઈ સેવા સસ્પેન્ડ કરી દેવાનું ટ્રાવેલ એજન્ટો જણાવી રહ્યા છે. આ શેડયુએલ ટ્રાવેલ એજન્ટોને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એરલાઇન્સની વેબસાઈટ પર બુકિંગ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે.

 


જાણવા મળતી વિગત મુજબ રાજકોટથી ૧૧ જેટલી લાઇટ નિયમિત રીતે ઉડાન ભરતી હતી જેમાં મુંબઈ દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ ની ફલાઇટ ચાલુ હતી. યારે સ્પાઇસ જેટ દ્રારા ૮ મે થી ગોવા ની ફલાઇટ શ થવા જઈ રહી હતી જેને પણ હાલના સંજોગો પરથી થોડા દિવસ કેન્સલ કરી દેવાઇ હોવાની વિગતો મળી રહી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS