૧લી જુલાઈથી રાજકોટથી સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની ફ્લાઈટ શરૂ થશે

  • June 14, 2021 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે મહિનાના લાંબા સમય બાદ રાજકોટ થી સ્પાઇસ જેટ અને ઈન્ડિગો લાઈટ આગામી ૧લી જુલાઇથી શરૂ  થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ એ ઉછાળો માર્યેા હતો આ સમયગાળામાં આ બંને ખાનગી એરલાઈન્સ દ્રારા તમામ શહેરો માટે ની ફલાઈટ બધં કરી દેવાઈ હતી.

 


હવે સમગ્ર દેશમાં કેસ ઘટી રહ્યા છે અને રાજકોટ સહિત ગુજરાતભરના એરટ્રાફિક માં વધારો છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે જેને પગલે હવે ખાનગી એરલાઈન્સ કંપનીઓ દ્રારા રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ઉડાન ભરતી ફલાઇટ શરૂ કરી દેવા માટીના નિર્દેશ મળી રહ્યા છે. જેને લઇને આ એરલાઇન્સ કંપનીઓ દ્રારા એરપોર્ટ ઓથોરિટી અને ટ્રાવેલ એજન્ટોને બુકિંગ શ કરવા માટે ની સૂચના પણ આપવામાં આવી છે.

 


વધુમાં મળતી વિગત મુજબ પહેલી જુલાઈથી રાજકોટથી મુંબઈ, દિલ્હી, ગોવા, બેંગ્લોર, હૈદરાબાદની હવાઈ સેવા ફરીથી રાબેતા મુજબ શ થઈ જશે. દરમિયાન જાણવા મળતી વિગત મુજબ કેનેડા દ્રારા હજુ ભારતથી ઉડાન ભરનાર લાઇટ પર ૨૩ જુલાઇ સુધી પ્રતિબધં લંબાવી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS