મહિલા સ્પીડ ચેસના ગ્રાપીમાં પહોચનાર ત્રીજી ભારતીય બની વૈશાલી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પાંચમા વિદેશ ટુર્નામેન્ટમાં આખરે ભારતની વૈશાલી આર એ ગ્રા.પી મા પહોંચવામાં સફળ રહી છે. બે દિવસ પહેલા બીજા સ્ટુડન્ટમાં વિશ્વના ત્રણ નંબરની રશિયાની એલેક્ઝાન્દ્રા ગોર્યચકીનાને માતા આપ્યા બાદ તેણે ગ્રા.પીમાં પહોંચી ગઈ હતી.

 

અને આખરે હવે તે કોનેરું હમ્પી અને હરિક દ્રોણવલ્લી  બાદ ત્રીજા નંબરની ભારતીય બની ગઈ છે.જે 21 ખેલાડીઓની ઓનલાઈન ફિડે ગ્રા.પીમાં ભાગ લેશે.


દુનિયાભરના લગભગ 200 ખેલાડીઓએ 3+1 પ્રતિ મિનિટ ખેલાડીના ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ૧૩ રાઉન્ડ બાદ આઠ ખેલાડીઓએ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી એમાં ભારતની આર વૈશાલી ની પહેલા રશિયાની અલીના 1-5-0.5થી અને ત્યારબાદ રશિયાની ગુનિયાને 1.5-0.5 થી માત આપીને આખરે ગ્રા.પીમાં જગ્યા બનાવી લીધી હતી

 

જ્યારે એક પેરૂની દેશી કોરીએ રશિયાની અન્સ્ટિયા બોડરકને 2-1 થી માત આપતા પ્રથમ ચરણમાં ચાર અને પછી બુલગારીયાની એન્ટોનેતાને 2-1થી હરાવીને જગ્યા બનાવી લીધી હતી. અત્યાર સુધી ગ્રાપીમાં 19 ખેલાડીઓ જગ્યા બનાવી ચુક્યા છે અને હવે છેલ્લા ચરણમાં શીશ ટુર્નામેન્ટ ની ફાઇનલમાં બે નામ પર મહોર લગાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS